Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

ખંભાળિયા કોરોના પોઝીટીવ આવેલ બે મહિલાના ટેસ્ટ રીપોર્ટ કરવા ગાંધીનગર મોકલાયા

મહિલાઓમાં લક્ષણો નહીં : હોમકોરોન્ટાઇન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૩ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૧રર દિવસ પછી કોરોના પોઝીટીવના બે કેસો રઘુવંશી પરિવારમાં નીકળતા આરોગ્ય તંત્ર એકિટવ થયું હતું. તથા દ્વારકા જિલ્લા કલેકટરશ્રી એમ.એ. પંડયાની સુચના તથા માર્ગ દર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા તથા તેમની ટીમ દ્વારા તાકીદે આ મહિલાઓને નિરીક્ષણ હેઠળ સારવાર શરૂ કરી હતી તથા આ મહિલાઓના સંપર્કમાં આવનાર ૧પ૦ થી વધુ વ્યકિતઓના ટેસ્ટ તથા ચેકીંગ કાર્યવાહી શરૂ કરેલી જેમાં બીજા કોઇ પોઝીટીવ આવેલા નથી.

સેમ્પલ લઇને ઓમીક્રોન વેરીએન્ટનું ટેસ્ટીંગ કરવા માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવેલા છે જેથી આ રોગ વિષે પણ તપાસ થઇ જાય જેના પગલા કાર્યવાહી થઇ શકે.

(12:31 pm IST)