Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

કોરોના અને અકસ્માતનાં મૃતકોના મોક્ષાર્થે વાંકાનેર શ્રી નિલકંઠ મહાદેવ મંદિરે ભાગવત કથા

ર૦૦ થી ર૭ દરમિયાન પૂ. અનીલપ્રસાદ શાસ્ત્રી કથાનું રસપાન કરાવશેઃ કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાશેઃ વેરકસીન કેમ્પ યોજાશે

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા., ૧૩: વાંકાનેરમાં ગઢની રાંગ મધ્યે મચ્છુ નદીનાં કિનારે આવેલ શ્રી નિલકંઠ મહાદેવના મંદિરે તા.ર૦ થી તા.ર૭ સુધી કોરોનાની મહામારી તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મોક્ષકથાનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં કથામાં વક્રતાપદે પ્રસિધ્ધ ભાગવતા આર્ય વિદ્વાન પ.પૂ. શાસ્ત્રી શ્રી અનિલ પ્રસાદજી પી.જોષી (ઝુંડાળા હાલ રાજકોટ સ્થિત) પોતાની મધુર વાણીમાં ભાગવત કથાનું વિસ્તાર સાથે અનેરા સંગીતની શૈલી સાથે કથાનું રસપાન કરાવશે. જે પ.પૂ. શાસ્ત્રી શ્રી અનિલ પ્રસાદજી પી.જોષીની વાંકાનેરના આંગણે આ (૧ર) બારમી કથા છેે. દરરોજ કથા એક ટાઇમની છે. જે કથાનો સમય બપોરે ૩.૩૦ થી ૬.૩૦ રાખેલ છે.

કથાના મંગલમય પ્રારંભમાં તા.ર૦ ના સોમવારે બપોરે ૩.૧પ કલાકે શ્રી ગોવર્ધન નાથજીની મોટી હવેલીએથી વાજતે ગાજતે ડી.જે.સાઉન્ડ દ્વારા ભવ્યતાથી ભવ્ય પોથીયાત્રા પ્રસ્થાન કરી શ્રી ચત્રભુજ મંદિરે થઇને નગરયાત્રા કથા સ્થળ શ્રી હરીહરધામ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરે પધારશે. જયા સૌ પ્રથમ કાર્યક્રમનો શુભ મંગલમય દીપ પ્રાગટય વીધી પ.પૂ.શાસ્ત્રી શ્રી અનીલ પ્રસાદ પી.જોષી તેમજ ઝાલાવડ-પાંચાળની જગ્યા આપા જાલાની જગ્યા મેસરીયાના મહંત પ.પૂ. સંતશ્રી બંસીદાસજી બાપુ પુ. કોઠારી સ્વામી શ્રી મગનીરામ બાપુ, આ ઉપરાંત વાંકાનેરની સુપ્રસિધ્ધ ધાર્મિક અને આધ્યાત્મીક-સામાજીક સંસ્થા શ્રી ગાયત્રી શકિત પીઠ શ્રી ગાયત્રી પરીવારના મા.શ્રી અશ્વીનભાઇ રાવલ, શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના સંચાલક શ્રી વિશાલભાઇ પટેલ, શ્રી રૂગનાથજી મંદિર વાંકાનેરના પૂ. શ્રી રેવાદાસબાપુ, આઇશ્રી ખોડીયાર માતાજી મંદિર, માટેલ ધરાના મહંત પૂ. શ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા તથ ખોડીયાર મંદિર માટેલ વાંકાનેર શ્રી નાગાબાવાની જગ્યના મહંત શ્રી તેમજ માટેલ રોડ ઉપર આવેલ અમરધામના મહંત શ્રી જાનબાઇમાં સહીત અંતે દિપ પ્રાગટય વિધીમાં હાજર રહી આશીર્વાદ પાઠવશે.

શ્રી ભાગવત કથામાં તા.ર૪ શુક્રવારના સાંજે શ્રી વામન જન્મ શ્રી રામ જન્મ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.  તા.રપને શનીવારે સાંજે શ્રી ગીરીરાજ પ્રાગટય શ્રી ગીરીરાજ જીતે (પ૬ જાતના ભોગ ધરાવાશે) અને કથા મંડપમાં શ્રી નગરજનો દ્વારા ભવ્ય આરતી અને દિપયજ્ઞ થશે.

તા.રપ શનીવારે રાત્રીના ૯ વાગ્યાથી સંગીતમય સુંદરકાંડના પાઠ ધુન સંકિર્તન ઉજનો તેમજ શ્રીનાથજીના ગીતો શ્રીનાથજીના કીર્તનનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે જેમાં મુળ જોડીયાના વતની હાલ રાજકોટના શાસ્ત્રીજી યોગેશભાઇ જે.વ્યાસ જેઓ સુંદરકાંડની ચોપાઇઓ વિવિધ ઢાળો સાથે અનેરા સંગીતની શૈલી સાથે રજૂ કરશે.

તા. ર૬ રવિવાર સાંજના શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, ઉત્સવ અતિ-આનંદ અને ઉત્સાહ પૂર્વક ધામધુમથી ઉજવાશે. તેમજ સાંજના શ્રી સુદામા ચરિત્ર તથા શેષ કથાઓનુ ગાન થશે. આ ઉપરાંત તા. ર૭-૧ર-ર૧ ના સોમવારના રોજ સાંજના ૭ થી ૭-૩૦ દરમ્યાન આ દિવ્ય ભાગવત કથાની પુર્ણાહૂતી થશે.

કથામાં પાટલો રાખવા ઇચ્છતા હોય તેઓને શ્રી નિલકંઠ મહાદેવ મંદિર એવા સમિતિ વાંકાનેર ગઢની રાંગ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં શ્રી હરેશભાઇ ત્રિવેદી, (બબુભાઇ) મો. નં. ૬૩પ૩૧ ૭૯૦૮૮ અને શ્રી વિનેશભાઇ મિયાત્રા મો. ૯૧૦૬૩ ૪૭૧ર૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

સફળ બનાવવા માટે શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ વાંકાનેરના દરેક સભ્ય દાદાના ભકતજનો જહેમત ઉઠાવી રહ્યા છે. આ કથાના આયોજનને સફળ બનાવવા સતત કાર્યશીલ રહેતા એવા શ્રી હરેશભાઇ ત્રિવેદી (બબુભાઇ) શ્રી વિનેશભાઇ મિયાત્રા, હાર્દિકભાઇ જોષી, શ્રી ઘનશ્યામભાઇ ત્રિવેદી, તથા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર સમિતિના દરેક સભ્યો - ભકતજનો જહેમત ઉઠાવી રહ્યા છે.

કથાના પ્રારંભ પહેલા વાંકાનેરની સીવીલ હોસ્પીટલના સહયોગથી અને શ્રી જેન્તીભાઇ પટેલ અને ડો. હરપાલસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ તા. ર૦ ને સોમવારે હરીહરધામ થી શ્રીલકંઠ મહાદેવ મંદિર ખાતે ગઢની રાંગ, કથા મંડપમાં જ  કથાના સવારના ૯ થી ૧ર સુધી કોરોના વેકસીન કેમ્પનું આયોજન વાંકાનેર સરકારી હોસ્પીટલના સહયોગથી વાંકાનેર સરકારી હોસ્પીટલના સહયોગથી કરવામાં આવેલ છે. જે લોકોએ કોરોના વેકસીન લેવુ હોય તે આધારકાર્ડ સહિતની જરૂરી વસ્તુ લઇને આવાનું રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે પરમ વૈષ્ણવ સનાતના ધર્મવિલંબી વર્ષ ર૦ર૧૦ માં પ.પૂ. શ્રી ભારતીબાપુ અને મા શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થીતીમાં પ.પૂ. શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદ પી. જોષીને શ્રેષ્ઠ એવોર્ડ મળેલ આ ઉપરાંત દ્વારકામાં જગતગુરૂ, શંકરાચાર્યના હસ્તે સન્માન સાથે એવોર્ડ મળેલ છે.

(11:30 am IST)