Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

સુરતમાં મેટ્રોની કામગીરી દમ્યાન લોખંડની ચેનલ પડતાં 15 વર્ષીય કિશોરનું કરૂણમોત

કાદરશાની નાળ ખાતે મેટ્રો સ્ટેશનની કામગીરી:સિક્યુરિટીના અભાવે પતંગ પકડવા આવેલા ૧૫ વર્ષીય બાળક પર લોખંડની ચેનલ પડતા મોત: બાળકના મોતને લઇ પરિવાર ઘટનાસ્થળે બેભાન થઈ ઢળી પડ્યો :સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ

>સુરત :શહેરના કાદરશાની નાળ ખાતે મેટ્રોની કામગીરી દમ્યાન એક મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં સિક્યુરિટીના અભાવે પતંગ પકડવા આવેલા ૧૫ વર્ષીય બાળક પર લોખંડ ની ચેનલ પડતા મોત નિપજતા ચકચાર મચી છે
સુરતના કાદરશાની નાળ ખાતે મેટ્રો ની કામગીરી દરમિયાન લોખંડની ચેનલ પડતાં બાળકનું મોત થયું છે કાદરશાની નાળ ખાતે મેટ્રો સ્ટેશન ની કામગીરી ચાલી રહી છે જે દરમિયાન સિક્યુરિટીના અભાવે પતંગ પકડવા આવેલા ૧૫ વર્ષીય બાળક પર લોખંડ ની ચેનલ પડતા મોત નીપજ્યું છે,
અંદાજિત દોઢસોથી બસ્સો કિલોની વજન ધરાવતી લોખંડ ની ચેનલ બાળક પર પડતા ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે,બાળકના મોતને લઇ પરિવાર ઘટનાસ્થળે બેભાન થઈ ઢળી પડ્યો હતો ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ની કામગીરીને લઈ રોષ ફેલાયો છે 
(8:34 pm IST)