Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

કુંવરજીભાઈએ પ્રધાન બન્યા બાદ શું કર્યું ?: છેલ્લા બે મહિનામાં 23 ખેડૂતોની આત્મહત્યા :હાર્દિક પટેલ

જસદણ અને વીંછીયામાં વિકાસની સાવકી માતા જેવો વ્યવહાર કરાયાનો હાર્દિક પટેલનો આરોપ

જસદણની પેટાચૂંટણીમાં કોઇ પણ ભોગે વિજય મેળવવા ભાજપ પર દબાણ વધ્યું છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલે ફરી એક વખત ભાજપ સરકારને આડેહાથ લીધી છે. હાર્દિકે જણાવ્યું કે છેલ્લા 2 મહિનામાં 23 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. પરંતુ એક પણ નેતા ખેડૂતના ઘરે નથી ગયા.

  રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે. કુંવરજી બાવળિયા પણ છેલ્લા 6 મહિનાથી ભાજપ સરકારમાં પ્રધાન છે. પરંતુ કુંવરજી બાવળિયાએ પ્રધાન બન્યા બાદ શું કર્યું તેવો સવાલ હાર્દિકે કર્યો હતો હાર્દિકે ચાબખા મારતા કહ્યું કે જસદણ અને વિંછીયા સાથે વિકાસની સાવકી માતા જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે.

(10:00 pm IST)