Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

હળવદ ના જુના ઇસનપુર ગામનો યુવક કેનાલના પગ લપસતા ખાબકયા બાદ 18 કલાકે મૃતદેહ હાથ લાગ્યો

મોરબી: જિલ્લાના હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામના મુકેશ ધના ભાઈ મકવાણા ઉંમર વર્ષ 28 બુધવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ નર્મદા કેનાલ નજીક મશીનમાં ફીટ કરી રહ્યા હતા ત્યારે પગ લપસી જતાં તેઓ કેનાલમાં પડ્યા હતા

આ બનાવની જાણ થતાં મામલતદાર વી કે સોલંકી એ તાત્કાલિક તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે મોકલી હતી મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ પરંતુ આ યુવકનો પત્તો લાગ્યો ન હતો ત્યારબાદ અંધકાર થતા સર્ચ ઓપરેશન બંધ કરવું પડ્યું હતું

જે આજે સવારે ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું જેમાં તરવૈયાની ટીમને સફળતા મળી હતી અને 18 કલાક બાદ કેનાલમાંથી યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હળવદ ની હોસ્પિટલ મા ખસેડેલ છે  ખેડૂત ના મોતથી પરિવાર મા ઘેરો શોક છવાયો છે

(1:54 pm IST)