Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ઉપલેટા ધોરાજીમાં ખેડૂતોને અપાતુ ભાદર-ર નું પાણી બંધ : લલીત વસોયા

પોરબંદરને પીવાનું પાણી આપવા

ઉપલેટા તા ૧૩ : ગત ચોમાસામાં ઉપલેટા વિસ્તારમાં વરસાદ ઓછો પડતા ચોમાસાનો પાક સુકાતો હતો ત્યારે સરકારમાં રજુઆતો બાદ સાત પાણી રવિ પાક માટે અને ધોરાજી ને પીવાના પાણી માટેની ગણત્રી કરીને ભાદર-ર ડેમમાં પાણી અનામત રાખીને વધારાનું પાણી છોડવામાં આવેલ હતું.

ઉપલેટા-ધોરાજી, માણાવદર તાલુકાના ખેડુતોએ રવિ પાકનું વાવેતર કરતા, ભાદર -ર માં રવિ પાક માટે અનામત રખાયેલ પાણીની માંગ કરતા નિયમ મુજબના પૈસા ખેડુતોએ ભરતા ભાદર-ર ડેમનું પાણી ઉપલેટા-ધોરાજી, માણાવદર તાલુકાના ખેડુતોને રવિ પાક માટે પીયત માટેપાણી છોડવામાં આવેલ. પાણી ખેડુતોને આપી દીધા ત્યાં આપણા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાદર-ર નું પાણી પોરબંદર માટે અનામત રાખવાની જાહેરાત કરતા ભાદરનું પાણી બંધ કરાતા ઉપલેટા ધોરાજી, માણાવદર તાલુકાના ખેડુતોમાં દેકારો બોલી ગયો આ ત્રણ તાલુકાની ૧૧૫૦૦ વીઘા જમીનમાં ખેડુતોએ ખાતર, બીયારણ, દવા મળીને વીઘે ૧૦ હજારનો ખર્ચ કરી રવિ પાકનું વાવેતર કરેલ. આ પાક ને બે પાણી મળ્યા, હવે સરકારે પાણી બંધ કરતા આ ૧૧૫૦૦ વીઘાનો પાક નિષ્ફળ જાય તેવી સ્થીતી ઉભી થતાં આ વિસ્તારના ખેડુતોને ૧૧૫૦૦ લાખ રૂપિયાનું નુકશાન જાય તેમ છે. આ લોકોએ ધારાસભ્ય લલીતભાઇ વસોયા પાસે ફરીયાદો આવતા તેઓએ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી બંધ કરેલ પાણી તાત્કાલીક ચાલુ કરવા અને ખેડુતોને ૧૧૫ કરોડના નુકશાનમાંથી બચાવવા માંગણી કરેલ છે. જો પોરબંદરને પાણી આપવું હોય તો નર્મદાનું પાણી ઉપલેટા,ધોરાજી, માણાવદર ના ખેડુતોને જો અન્યાય થશે તો ખેડુતો આપઘાત કરે તેવી સ્થીતી સર્જાશે. (૩.૧)

 

(12:03 pm IST)