Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ભાવનગરમાં માવો ખાવાની તલપથી યુવાને રૂપિયા પોણો લાખ ગુમાવ્યા

ભાવનગર, તા. ૧૩ : શહેરના ઘોઘા સર્કલ ટીવી રીલેકેન્દ્ર નજીક રહેતા ભાવેશભાઇ રાજાણી ગત મોડી સાંજે પોતાની ઇનોવાકાર નંબર જી.જે.૪.સી.આર. ૯પ૦પ લઇ ઘોઘા સર્કલમાં આવેલ એક પાન કોર્નરમાં માવો લેવા ગયા હતાં ત્યારે તેમની ઇનોવાકારના લોક કર્યા વગરનો દરવાજો ખોલી કારમાં રાખેલ રોકડા રૂપિયા ૭૦,૦૦૦ સાથેનું પાકીટ તેમજ એક મોબાઇલ કિંમત રૂ. ૩,પ૦૦ની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છૂટયા હતા.

આ અંગે ભાવેશભાઇ શંકરભાઇ રાજાણી (ઉ.વ.૩પ, રે. પ્લોટ નં. ૧૩૧૯ ઘોઘા સર્કલ, ટીવી કેન્દ્ર પાસે) એ અત્રેના બી-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (૮.૭)

(11:56 am IST)