Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

કચ્છમાં 'પાડો' લઇ ગયા બાદ રૂ. ૧ લાખ ન આપતા છેતરપીંડીની ફરિયાદ

ભુજ તા. ૧૩ : સોના અને અન્ય ચીજ વસ્તુઓના નામે ઠગાઈ કરવાના કિસ્સાઓ આપણે વાંચ્યા અને સાંભળ્યા હશે પણ કચ્છમાં 'પાડા'ની ઠગાઈનો નવતર કિસ્સો અત્યારે ચર્ચાઈ રહ્યો છે. મુન્દ્રા ના ઝરપરા ગામ ના ખેડૂત અને પશુપાલકે આ અંગે મહેસાણા ના એક ઈસમ વિરુદ્ઘ પોતાની ખોટી ઓળખ આપીનેઙ્ગ 'પાડો' લઈ ગયા બાદ પરત નહીં આપતા એક લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

હભુભાઈ રામ ગઢવી નામના ઝરપરાના ખેડૂતે ગત તા/૩/૬ના પોતાની વાડીએ આવેલા મહેસાણાનાઙ્ગ કારૂ આરબ સિંધી નામના શખ્સે પોતાની ખોટી ઓળખ ભરતસિંહ દરબાર તરીકે આપીને 'પાડા' માંગ્યો હતો. પોતાની ભેંસો ને આ પાડા દ્વારા ગર્ભવતી કરીને પોતે પાડા ને ખવડાવી પીવડાવી હૃષ્ટપૃષ્ટ કરીને પરત આપશે એવો વાયદો કર્યો હતો. વિશ્વાસ રાખીને પોતે પાડો આપ્યો હતો. પણ, આજે ૬ મહિના થયા કારૂ આરબ સિંધી ફોન ઉપાડતો નથી તેમ જ પાડો પણ પરત આપતો નથી એટલે ઠગાઈ ની ફરિયાદ પોલીસને કરી છે. (૨૧.૧૫)

(11:56 am IST)