Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ધ્રાંગધ્રા - હળવદના ધારાસભ્યની વોઇસ સ્પેકટો ગ્રાફીની અરજીને કોર્ટે ફગાવી દીધી

મોરબી જિલ્લાના નાની સિંચાઇના કૌભાંડમાં

વઢવાણ તા. ૧૩ : મોરબીમાં નાની સિંચાઈ કૌભાંડમાં ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય સહિત પાંચની ધરપકડ કરાઈ હતી. પોલીસને તપાસ દરમિયાન મળેલી ઓડિયો કલીપની વાતચીતમાં ઓડીયો આરોપીઓના છે કે કેમ તે અંગે ખરાઈ માટે વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટની જરૂરિયાત હોય તે અંગે પોલીસે કોર્ટમાં અરજી કરી હતી.પરંતુ કોર્ટે અરજી નામંજૂર કરી હતી.ઙ્ગ

તળાવ રીપેરીંગ કામમાં થયેલ ભ્રષ્ટાચાર પ્રકરણમાં જેલવાસ ભોગવતા ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, પૂર્વ કાર્યપાલક ઈજનેર સહિત ૫ આરોપીઓની ઓડીયો કલીપ વગેરે મળી આવ્યા હતા. જેની તટસ્થ તપાસ કરવી જરૂરી હોવાનુ જણાવી અન્ય વાતચિત અંગે ખરેખર આરોપીઓના છે કે કેમ તે અંગે વધુ તપાસ માટે વોઇસ ટેસ્ટ જરૂરી હોવાની પોલીસે મોરબી ડિસ્ટ્રીક કોર્ટમાં અરજી કરી હતી.

વોઇસ સ્પેકટોગ્રાફી માટે ધારાસભ્ય, કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી, મંડળીના ભરતભાઇ દેવજીભાઇ રાઠોડ, ગણપતભાઇ ઉર્ફે ગણેશભાઇ મોહનભાઇ રાઠોડ અને ધારાસભ્યના મળતીયા ભરતભાઇ દેવજીભાઇ ગણેશીયાની અરજી થતા અરજીની સુનવણી ચાલી હતી. આરોપીઓના વકીલ દિલીપ અગેચણિયાએ વિરોધ કર્યો હતો.ઙ્ગ(૨૧.૧૫)

(11:54 am IST)