Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

માળીયા હાટીનાના રેલવે ફાટક પાસે કાર સળગી : ત્રણનો આબાદ બચાવ

તાલાલા તા. ૧૩ : તાલાલા તાલુકાના ધવા ગીર ગમના કડવા પટેલ સમાજના જગદીશભાઇ રણછોડભાઇ મકવાણા અને તેમના પત્ની ચાર્મીબેન જગદીશ મકવાણા અને તેમના બેન પ્રજ્ઞાબેન ભાવેશભાઇ ભાડજા આ ત્રણ જણ જૂનાગઢથી લગ્ન પ્રસંગ પતાવીને વાયા માળીયા થઇને પાછા ધાવા પોતાના ગામે જતા હતા ત્યારે બપોરે ત્રણ વાગ્યે પોતાની ફોર વ્હીલ માળીયા હાટીના રેલવે ફાટક પાસે બંધ પડી ગઇ હતી. ત્રણેય જણા સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારમાંથી બહાર નિકળી જતાં ત્રણેયનો આબાદ બચાવ થયો હતો.

કડાયા ગામના આગેવાનો દેવજીભાઇ, મગનભાઇ, જગદીશભાઇ સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આ બનાવની ગામમાં વાયુ વેગે ખબર પડતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. કાર બળીને ખાખ થઇ ગઇ છે એટલે કારમાં રહેલ માલ-સામાન, દાગીના પણ બળીને ખાખ થઇ ગયા છે.(૨૧.૧૮)

(11:46 am IST)