Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વંથલી તાલુકાના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચાણમાં મુશ્કેલી

તાલુકામાં મગફળી ખરીદ કેન્દ્ર નથીઃ રજીસ્ટ્રેશન બાદ મેસેજની રાહ જોવી પડેઃ કેશોદ કેન્દ્રમાં જવા ટ્રેકટરનું ભાડુ ચુકવવું પડે

જુનાગઢ તા. ૧૩ : ખેડુત હિત રક્ષક સમિતિએ મુખ્યમંત્રીને રજુઆત કરીને વંથલી તાલુકાના ખેડુતોને મગફળી વેચાણ માટે પડતી મુશ્કેલી અંગે જણાવ્યું છે.

હાલ ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડુતોની મગફળી ખરીદ કરવામાં આવે છે જેમાં જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના ખેડુતોને મગફળી વેચાણમાં મુશ્કેલી પડી રહી છે. વંથલી તાલુકાને મગફળી ખરીદ તથા નોંધણી કેન્દ્ર આપેલ નથી. તેથી આ તાલુકાના ખેડુતોને સૌ પ્રથમ જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે પોતાનું નામ નોંધાવવા જવાનું ત્યારબાદ બે થી ત્રણ ધકકા ઓનલાઇન રાજીસ્ટ્રેશન થયું કે નહિ તે જોવા જવાનું

ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ સરકારમાંથી એસએમએસ આવે તેની રાહ જોવાની સરકારમાંથી એસએમએસ આવ્યા બાદ વંથલી તાલુકાના ખેડુતોને મગફળી વેચાણ માટે કેશોદ જવાનું જેના કારણે ર૦૦૦ ટેકટર ભાડું ચુકવવાનું અત્યાર સુધીમાં (૧પ/૧૧/ર૦૧૮ થી) આશરે ર૭૦૦ ખેડુતોએ નામ નોંધાવેલ છે પરંતુ આશરે ૭૦૦ જેટલા ખેડુતોનોજ વારો આવ્યો છે. એટલે કે રોજના ફકત ર૦ ખેડુતો જ, જયારે સરકારની ગાઇડ લાઇન મુજબ રોજ ૧૦૦ ખેડુતોની મગફળી ખરીદ કરવાની હોય છ.ે

બાકી રહેલા ખેડુતો (ર૦૦૦) નો વારો આવતા આશરે ૧૦ દીવસ લાગે, ખેડુતોને મગફળી સાચવવાનો પ્રશ્ન અને પૈસાની જરૂરીયાત હોવાના કારણે લાચાર થઇને બજારમાં ઓછા ભાવે મગફળી વેચવી પડે છે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અપીલ

ગત ચોમાસા દરમ્યાન જુનાગઢ શહેર અને ગીરનાર તથા ડેમ વિસ્તારમાં વરસાદ ઓછો થવાથી જુનાગઢ શહેરને પાણી પુરૂ પાડતા ડેમ તેમજ શહેરના બોર-કુવામાં પુરતા પ્રમાણમાં પાણી ન ભરાવવાથી આગામી ઉનાળાની ઋતુમાં પીવાના પાણીની ગંભીર પરિસ્થિતિ ઉભી થવા જઇ રહી છે.

આગામી સમયમાં શહેરમાં આવેલ ખાનગી માલીકીના બોર-કુવામાં પાણી સુકાય જવાથી કે પાણી ઓછું થઇ જવાથી શહેરીજનોને પાણી મેળવવા મુશ્કેલી પડે તેમ છે. તેમજ મહાનગરપાલિકા, જુનાગઢ હસ્તકના પાણીના સ્ત્રોતમાં પણ મર્યાદિત પાણી હોય, જેથી પાણીનો સદ્દઉપયોગ કરવો અનિવાર્ય બની રહે છે.

પાણી કુદરતની અમુલ્ય સંપતિ હોય, જેથી શહેરીજનોએ મહાનગરપાલિકા દ્વારા પુરૂ પાડવામાં આવતું પાણી કેપોતાનાં કે સોસાયટી વિસ્તારનાં પ્રાઇવેટ-બોર-કુવાનું પાણી ફળીયા ધોવામાં કે અન્ય કોઇ પણ રીતે ખોટો બગાડ કરવા અને પાણીના એક-એક ટીપાનો સદ્દઉપયોગ કરી કુદરતની આ અમુલ્ય સંપતિની જાળવણી કરવા અને આગામી ઉનાળાની ઋતુમાં મહાનગર પાલિકાની પાણી વિતરણ વ્યવસ્થામાં સહકાર આપવા મ.ન.પા.જુનાગઢ તરફથી વિનંતી એક યાદીમાં કરવામાં આવી છે.

બાલદિનની ઉજવણી

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્મદિવસ ૧૪ નવેમ્બરનો બાલદિનેથી સીનીયર સીટીઝન્સ મંડળ દ્વારા બાલદિનની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી કાર્યક્રમમાં જુનાગઢની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં પ થી ૧૪ વર્ષના ૧૬૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. (૬.૩)

(10:00 am IST)