Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ગોંડલના સડક પીપળીયામાં ભૂકંપઃ મકાનોમાં તિરાડો

સતત હળવા આંચકા આવતા લોકોમાં ભારે ભય

તસ્વીરમાં મકાનોમાં પડેલ તિરાડો નજરે પડે છે.(તસ્વીરઃ જીતેન્દ્ર આચાર્ય.ગોંડલ)

ગોંડલ તા.૧૩:નેશનલ હાઈવે પર આવેલ સડક પીપળીયા ગામે દિવાળી બાદ સતત ભુકંપના આંચકા આવતા હોય લોકો ભયભીત બન્યાં છે.ભુકંપના આંચકા અંગે મામલતદાર તંત્ર ને જાણ કરાઈ હોવાં છતાં કોઈ અધિકારીઓ સડક પીપળીયામાં ફરકયા નથી તેવું ગામ લોકો જણાવી રહ્યા છે.

રિબડા નજીક નેશનલ હાઈવેનાં કાંઠે આવેલ સડક પીપળીયામાં દિવાળીનાં તહેવારો બાદ સતત ભુકંપના આંચકા આવતા હોય લોકો ભયભીત બન્યાં છે.ગતરાત્રે સાડા બાર,સાડા પાંચ અને વહેલી સવારે છ કલાકે ભુકંપ નાં આંચકા આવતા લોકો ની ઉંદ્ય ઉડી જવાં પામી હતી. દરમિયાન આજે બપોરના અઢી કલાકે તિવ્ર માત્રામાં આંચકો આવતાં લોકો ડરનાં માર્યા દ્યર છોડી બહાર દોડી ગયાં હતાં.બપોર નાં આવેલ ભારે આંચકાથી લોકો એટલા તો ભયભીત બન્યાં છે કે દ્યરમાં જતાં ડર અનુભવી રહયાં છે.ભુકંપના આંચકાથી કેટલાક મકાનોમાં તિરાડો પડી જવાં પામી છે.

છેલ્લા કેટલાક દિવસોથી સડક પીપળીયામાં આંચકા આવતા હોય ગામના સરપંચ માલુબેન માયાભાઇ મકવાણાએ મામલતદાર કચેરી માં જાણ કરી હતી.પરંતું તંત્ર દ્વારા ગંભીરતા દાખવાઇ નથી.હાલ સડક પીપળીયા માં સતત આવી રહેલ ભુકંપના આંચકાથી સડક પીપળીયાનાં ગ્રામજનો ભયગ્રસ્ત બન્યાં છે.

(12:03 pm IST)