Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ઉપલેટામાં ગેસ સ્ટવમાં ભડકો થતાં રેહાનાબેન ઠેબા દાઝી

રાજકોટ તા. ૧૩: ઉપલેટામાં સ્મશાન રોડ પર મસ્જીદ નજીક મીરાનગરમાં રહેતી રેહાનાબેન (રોશનબેન) રફિકભાઇ ઠેબા (ઉ.૩૫) ગેસ પર ચા બનાવતી હતી ત્યારે લિકેજને કારણે ભડકો થતાં દાઝી જતાં ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ એન્ટ્રી નોંધી ઉપલેટા પોલીસને જાણ કરી હતી. રેહાનાબેનના લગ્ન નવ વર્ષ પહેલા થયા છે. સંતાન નથી. પતિ છુટક કામ કરે છે.

(11:57 am IST)