Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

અંજાર પાસે પુરપાટ ઝડપે દોડતી ખાનગી લકઝરી બસ પલ્ટી જતાં ૨૨ને ઇજા

નાના વાહનચાલકોને 'મેમો' પણ પરમીટ રૂલનો ભંગ કરતા મોટા વાહન ચાલકોને 'છુટ'

ભુજ,તા.૧૩:  ભુજ થી ગાંધીધામ વચ્ચે દોડતી ખાનગી લકઝરી બસને નડેલા અકસ્માત પછી ફરી એક વાર ટ્રાફિક નિયમો અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.

ગઈકાલે અંજાર પાવર હાઉસ પાસે ગઈકાલે પુરઝડપે દોડતી બસ પલ્ટી ખાઈ જતાં ૨૨ પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. સદભાગ્યે આ અકસ્માત ગમખ્વાર બનતા બનતા સ્હેજમાં રહી ગયો હતો. સામેથી આવતા એક બાઇક ચાલકને જોઈને પુરપાટ જતી બસનો ચાલક કાબુ ખોઈ બેસતા ડિવાઈડર કૂદી બસ સામેની રોંગ સાઈડના રોડ ઉપર પલ્ટી ખાઈ ગઈ હતી.

અંજાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન લોકોમાં એ જ ચર્ચા છે કે નાના વાહનચાલકો સામે ટ્રાફિક મેમો હેઠળ મોટો દંડ ફટકારી કાયદાનો ધોકો પછાડતાં ટ્રાફિક પોલીસ કે આરટીઓને કેમ કાયદાનો ભંગ કરતી કોઈ લકઝરી બસો દેખાતી નહીં હોય?.

(11:43 am IST)