Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

જામકંડોરણામાં રાજકોટના રીતુલના બેંક ખાતામાંથી ગઠીયાએ ૧.ર૮ લાખ ઉપાડી લીધા

રાજકોટ તા. ૧૪ :.. બેંકના ખાતેદારો સાથે છેતરપીંડીના કિસ્સાઓ વધતા જાય છે. જામકંડોરણામાં રાજકોટના પટેલ યુવાનના ખાતામાંથી ગઠીયાએ ૧.ર૮ લાખની રકમ ઉપાડી લીધી હતી.

પ્રાપ્ય વિગતો મુજબ રાજકોટમાં મવડી ક્રિષ્નાપાર્ક સોસાયટી શેરી નં. ૧ માં વિનુભાઇના મકાનમાં રહેતા રીતુલ દિનેશભાઇ ચોવટીયાના જામકંડોરણા એસ. બી. આઇ. બેંકમાં આવેલ ખાતામાંથી કોઇ  અજાણ્યા ઇસામે ૧.ર૮ લાખની રકમ જૂદા - જૂદા એકાઉન્ટમાં ટ્રાન્સફરી કરી ઉપાડી લીધી હતી.

આ અંગે રીતુલે જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:16 pm IST)