Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ઓકોટબરમાં માઉન્ટ આબુ ખાતે અનુજન જાતિના બાળકો માટે એડવેન્ચર કોર્સ

૩૦ સુધીમાં અરજી કરવીઃ નવે.માં ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર

અમરેલી, તા.૧૨: યુવક સેવા અને સાંસ્કૃત્ત્િ।ક પ્રવૃત્ત્િ। વિભાગ-ગાંધીનગર દ્વારા ઓકટોબર માસ દરમિયાન માઉન્ટ આબુ ખાતે ૭ દિવસીય એડવેન્ચર કોર્સનું આયોજન કરવામાં આવ્યુ છે. નિવાસ, ભોજન, આવવા-જવાનો ખર્ચ અને ભાગ લેવા બદલ પ્રમાણાપત્ર આપવામાં આવશે.

આ માટે રાજયના અનુ. જન જાતિના ૮ થી ૧૩ વર્ષ વયમર્યાદા (તા.૩૧/૧૨/૨૦૧૮ના રોજ) ધરાવતા ૧૦૦ બાળકો ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છુકોએ www.sycd.gujarat.gov.in પરથી નિયત અરજીપત્રક ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો સાથેની અરજી સાથે જરૂરી આધાર-પુરાવાઓ તા.૩૦ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીશ્રી, જિલ્લા સેવા સદન-૨, એસ-૨૧, બીજો માળ, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર, જિ.સાબરકાંઠાને મોકલી આપવાની રહેશે.

અધૂરી વિગતવાળી અરજી ધ્યાને લેવાશે નહી. પસંદગી પામેલ શિબિરાર્થીઓને પત્ર-ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. આ અંગેની માહિતી-વિગતો માટે જિલ્લા રમતગમત અધિકારીશ્રી, પાલનપુર ૯૭૩૭૧ ૬૫૫૪૪નો સંપર્ક કરવાનો રહેશે, તેમજ મેઇલ આઇડી- dsobanaskantha06@gmail.com છે. તેમ યુવક સેવા અને સાંસ્કૃત્ત્િ।ક પ્રવૃત્ત્િ।-ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી-અમરેલી ની યાદીમાં જણાવાયું છે.

પ્રાદેશિક ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન

અમરેલીઃ શિક્ષિત બેરોજગારો માટે પ્રાદેશિક ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન તા.૪ થી તા.૧૭ નવેમ્બર દરમિયાન કરવામાં આવનાર છે. શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક ૨૦ થી ૪૦ની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓએ સ્વહસ્તાક્ષરની અરજી તા.૬ ઓકટોબર-૨૦૧૮ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીશ્રી, જિલ્લા સેવા સદન, બ્લોક નં.૩૧૩-૩૧૪, બીજો માળ, તલાળા રોડ, મુ.ઇનાજ, તા.વેરાવળ જિ.ગીરસોમનાથને મોકલવાની રહેશે.

અરજીમાં પોતાનું નામ, સરનામુ, ફોન નંબર, જન્મતારીખ (પ્રમાણપત્ર સાથે), ઉંમર (વર્ષ, માસ, દિવસ), શૈક્ષણિક લાયકાત (આધાર-પુરાવાઓ સાથે), વિશેષ લાયકાત, નોકરી-ધંધાને લગતી પસંદગીનો પ્રકાર, રોજગાર કચેરી વિનિમય નોંધણી નંબર-તારીખ, પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો, આાધારકાર્ડ સહિતના દસ્તાવેજોની નકલો જોડવાની રહેશે. અગાઉની શિબિરમાં ભાગ લીધેલ હોય તેમણે અરજી કરવી નહિ.  પસંદ થયેલ વ્યકિતઓને જાણ કરવામાં આવશે..(૨૨.૩)

(11:59 am IST)