Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ગોંડલને ભાદરમાંથી પાણી આપો

રાજકોટ કોર્પોરેશન હસ્તકની ભાદર પાઈપલાઈનમાંથી પાણી માંગ : પાણી પુરવઠા મંત્રીને રજૂઆત

ગોંડલ, તા. ૧૨ : ગોંડલ શહેર તેમજ પંથકમાં વરસાદ ઓછો પડતા શહેરમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે સપ્તાહમાં એક જ વાર પાલિકાતંત્ર પાણીનું વિતરણ કરી શકી રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા પાણી પુરવઠા મંત્રીને ભાદર ડેમમાંથી રોજિંદા ગોંડલ ને પાંચ એમએલડી પાણી આપવા રજૂઆત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં જ રાજયના પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયા ગોંડલ સર્કિટ હાઉસ ખાતે આવતા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ વોટર વર્કસ ચેરમેન આસિફભાઇ સિકરીયા અને ચંદુભાઇ ડાભી સહિતના સદસ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ઓછા વરસાદના કારણે હાલ શહેરમાં સાતથી આઠ દિવસે પાણી વિતરણ થઇ રહ્યું છે પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે, અમુક વિસ્તારોમાં તો ૧૦ થી ૧૨ દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે જેના કારણે લોકોના ટોળા નગરપાલિકા એ વારંવાર દ્યસી આવી રહ્યા છે, ગોંડલ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા જાળવવા માટે રાજકોટ કોર્પોરેશન હસ્તકની ભાદર પાઈપલાઈન તથા તેનો સમ્પ જે ગોંડલ માથી પસાર થાય છે ગોંડલ ને પાણી આપવા માટેનું ફીટીંગ પણ કમ્પ્લીટ છે ચાલુ સાલે ભાદર ડેમમાં પાણીની આવક પણ સારી થયેલ છે ગોંડલને પાણી આપવાથી રાજકોટને પણ કોઈ ફરક પડે તેમ નથી રાજકોટને સૌની યોજના નો લાભ મળી રહ્યો છે તો આવા મુશ્કેલીના સમયે ગોંડલ ને દરરોજ પાંચ એમ.એલ.ડી પાણી મળી રહે તેવા પગલાં લેવા અંતમાં જણાવાયું હતું.(૩૭.૪)

(11:59 am IST)