Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

કાલાવડના મછલીવડમાં જુગારધામનો પર્દાફાશઃ ૨૨ શખ્સો ૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

કાલાવડ - જામનગર તા. ૧૩ : જામનગર : કાલાવડ પોલીસ મથકના યશપાલસિંહ એન. જાડેજાએ તા. ૧ર ના રોજ મછલીવડ ગામે આ કામેના આરોપી અજયસિંહ ઉર્ફે મુન્નાભાઈ બટુકભા જાડેજાએ પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી અલગ અલગ જુગારના ફીલ્ડ બેસાડી જુગારનો અખાડો ચલાવતા રેઈડ દરમ્યાન ફીલ્ડ ૧ માં અજયસિંહ ઉર્ફે મુન્નો જાડેજા, વિક્રમ કરશનભાઈ ઓડેદરા, નિલેશ રાજાભાઈ ડાંગર, વલીમામદ ઈસ્માઈલભાઈ પડીયા, રામભાઈ લીલાભાઈ રાતીયા, બધા કારાભાઈ કટારા, રાજેશ નાગાજણભાઈ ઓડેદરા, જગદીશ દેવજીભાઈ જાદવ, મનોજ ઉમાશંકર કેશવવાલા લાલા, સંદીપ દુદાભાઈ કળછા, ઈમરાન ગફારભાઈ નિલકંઠ અને ફીલ્ડ ર માં રણજીતભાઈ દુદાભાઈ ઓડેદરા, ધનેશ મનસુખલાલ ઉનડકડ, હિતેશ મુકેશભાઈ જોશી, લીલાભાઈ ઉગાભાઈ ટીંબા, અરવિંદ શિવશંકરભાઈ તિવારી, સુમિત દેવાભાઈ દાસા, દેવાભાઈ ફોગાભાઈ મોરી, નાગાભાઈ હાજાભાઈ રાતીયા, દેવશી લાખણસીભાઈ ઓડેદરા, મિણંદભાઈ વીજાભાઈ ખુટી, દેવાભાઈ પુંજાભાઈ રબારીને પોલીસે રેઈડ દરમ્યાન રોકડ રૂ. ૧,૦૮,ર૩૦ તથા ૩ ફોરવ્હીલ કાર કિંમત રૂ. ૯ લાખ મળી કુલ રૂ. ૧૦,૦૮,ર૩૦ સાથે ઝડપી પાડયાહતા.

(11:47 am IST)