Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

કોડીનારના જયાબેન ગોહિલને શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકનો એવોર્ડ

કોડીનાર તા.૧૩: તાજેતરમાં વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લાનાં શ્રેષ્ઠ શિક્ષકો ને એવોર્ડ આપવાનો કાર્યક્રમ રાજય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ પ્રસંગે જિલ્લા કલેકટર અજય પ્રકાશ, જિલ્લા પંચાયત પ્રમુખ રેૈયાબેન જાલંધરા, જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, પ્રવાસ નિગમના ડિરેકટર ઝવેરી ભાઇ ઠકરાર, જિલ્લા શિક્ષણા અધિકારી મયુર પારેખ, પ્રા. શિક્ષણા અધિકારી એચ.એન. દાફડા હાજર રહેલ.

જયાબેન ગોહિલે ૧૯૯૦માં નવોદય વિદ્યાલય પરીક્ષા પાસ કરી ૧૯૯૫ સુધી અભ્યાસ કરેલ. કોડીનાર તાલુકાનાં પીપળી, દેવળી, માલશ્રમ ગામની પ્રા.શાળાઓમાંં ફરજ બજાવી ગુણોત્સવમાં ''એ'' ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. ઉપરાંત સી.આર.સી.ની સફળ કામગીરી કરી હાલ કોડીનાર તાલુકાનાં બી.આર.સી. પદે સેવા આપી રહયા છે. ગણિત, વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા, જિલ્લા અને રાજય કક્ષા સુધી ભાગ લીધેલ છે. રાજય કક્ષા સુધી તાલીમમાં તજજ્ઞ તરીકે ની સેવા આપેલ છે. ગત વિદ્વાન સભા ચૂંટણીમાં મહિલા બુથ ઉપર તાલુકાના પ્રથમ પ્રિસાઇડીંગ ઓફીસર તરીકે ફરજ બજાવી ઉચ્ચ મતદાન ટકાવારી સાથે પ્રથમ રહેલ છે.

''બાલકલરવ'' અને દિકરીવહાલનો દરીયો'' કાવ્યની રચના કરેલ છે. સારા મંચ સંચાલકની સાથે છેલ્લા ૨૦ વર્ષોથી નવરાત્રી મહોત્સવમાં નિર્ણાયક તરીકેની ભુમિકા ભજવે છે તથા છેલ્લા પાંચેક વર્ષથી ''જ્ઞાન સરિતા'' કલાસીસ અંતર્ગત વિના મુલ્યે ટયુશન કરાવે છે.

આમ જયાબેન ગોહિલની શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રવુતિઓને ધ્યાને લઇ એવોર્ડ અર્પણ કરતા કોડીનાર તાલુકાના પ્રા. શિક્ષકોમાં આનંદ વ્યાપેલ છે. કોડીનાર તાલુકા પ્રા. શિક્ષણા ધિકારી જાદવ, કે.નિ. (શિક્ષણ) અભેસિંહ ડોડીયા, નારણભાઇ ઝાલા, અમસિંહ વાળા, કનૈયાલાલ દેવાણી, તમામ આચાર્યશ્રીઓ, સી.આર.સી.ઓએ આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.(૧.૨)

(10:14 am IST)
  • સુરત રેન્જ આઈજીએ સુરત રૂરલના 2 પોલીસ અધિકારીને કર્યા સસ્પેન્ડ:માંડવીના ના મહિલા PSI એસ.એમ.માલ તેમજ સુરત રૂરલ એલ.સી.બી પી.આઈ બી.જે.સરવૈયાને કર્યા સસ્પેન્ડ: આર.આર સેલ ની ટીમે રેડ કરી માંડવી વિસ્તારમાંથી ૪૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. access_time 11:02 pm IST

  • તાપી:કાકરાપાર પોલીસ મથકમાં નોંધાયેલ 12 વર્ષીય બળા સાથેનો દુષ્કર્મ મામલો:બાળકીની માતા દ્વારા બાળકીના પિતા અને અન્ય એક વ્યક્તિ પર કરાઈ હતી બળાત્કાર ની ફરિયાદ: બાળકીએ સુરત સિવિલમાં હાલ થોડા દિવસ અગાઉ આપ્યો હતો બાળકને જન્મ:બાળકના ડીએનએ શકમંદો સાથે ટેસ્ટ કરતા થયો ખુલાસો:શકમંદ પિતા અને અન્ય એક ઈસમના ડીએનએ બાળક સાથે મેચ ન થયા:પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 12:03 am IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST