Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

જુનાગઢ રેન્જ પોલિસ આઇ.જી. સોમનાથ પહોચ્યા

વારંવાર ધૂળની ઉડતી ડમરીઓ ૨૦૦ થી પણ વધુ પરિવારોને સ્થળાંતર કરાવ્યું

પ્રભાસપાટણ :  સંભવીત વાવાઝોડાને પગલે જુનાગઢ રેન્જ પોલિસ આઇ.જી. સોમનાથ આવી પહોંચ્યા છે. પ્રભાસપાટણ મરીન પોલિસ સ્ટેશન પાસે આવેલ અને દરિયાકાંઠે જ વસતા અંદાજે ૨૦૦ જેટલા પરિવારોને પ્રભાસપાટણ તલાટી ઉમેશભાઇ દવે તથા પોલિસ ઇન્સ. જી.એમ. રાઠવા, પી.એસ.આઇ ડી.જે કડછા, હેડ કોન્સ. પ્રકાશભાઇ, ભરતભાઇ, નારણભાઇ, જીતેસભાઇ સહીત સર્વ સ્ટાફે સર્વ વસાહતીઓને સમજાવટથી સ્થળાંતર કરાવ્યું હતું અને તેને ભીડીયા ગુરૂકુળ શાળામાં ફુડ પેકેટ, આવાસ, બાથરૂમ, પીવાના પાણી સહીતની વ્યવસ્થાઓ ગોઠવી સંતોષ આપ્યો હતો. આવી ત્રણ સ્કુલ રીઝર્વ રાખવામાં આવેલ છે.સોમનાથ ખાતે સ્ટેટ ડીઝાસ્ટર રેસ્કયુ ફોર્સની ટીમ બચાવના સાધનો સાથે સજ્જ છે, ઉપરાંત NDRF ની ૬ ટુકડીઓ આવેલ છે, જેમાં પ ફીલ્ડમાં અને એક રીઝર્વ તાકીદ માટે રખાયેલ છે.

(11:28 am IST)
  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST

  • મહાદેવની કૃપાથી ધીમે-ધીમે બહાર આવી રહ્યા છીએ : વિજયભાઈનું સતત મોનીટરીંગ : નીતિનભાઈ ભારદ્વાજ : ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સોમનાથદાદાના દર્શને ગયા છે. તેઓએ જણાવેલ કે મહાદેવની કૃપાથી આપણે ધીમે - ધીમે બહાર આવી રહ્યા છીએ. કોઈ મોટી જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત વોચ રાખી રહ્યા છે. access_time 12:53 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST