સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

જુનાગઢ રેન્જ પોલિસ આઇ.જી. સોમનાથ પહોચ્યા

વારંવાર ધૂળની ઉડતી ડમરીઓ ૨૦૦ થી પણ વધુ પરિવારોને સ્થળાંતર કરાવ્યું

પ્રભાસપાટણ :  સંભવીત વાવાઝોડાને પગલે જુનાગઢ રેન્જ પોલિસ આઇ.જી. સોમનાથ આવી પહોંચ્યા છે. પ્રભાસપાટણ મરીન પોલિસ સ્ટેશન પાસે આવેલ અને દરિયાકાંઠે જ વસતા અંદાજે ૨૦૦ જેટલા પરિવારોને પ્રભાસપાટણ તલાટી ઉમેશભાઇ દવે તથા પોલિસ ઇન્સ. જી.એમ. રાઠવા, પી.એસ.આઇ ડી.જે કડછા, હેડ કોન્સ. પ્રકાશભાઇ, ભરતભાઇ, નારણભાઇ, જીતેસભાઇ સહીત સર્વ સ્ટાફે સર્વ વસાહતીઓને સમજાવટથી સ્થળાંતર કરાવ્યું હતું અને તેને ભીડીયા ગુરૂકુળ શાળામાં ફુડ પેકેટ, આવાસ, બાથરૂમ, પીવાના પાણી સહીતની વ્યવસ્થાઓ ગોઠવી સંતોષ આપ્યો હતો. આવી ત્રણ સ્કુલ રીઝર્વ રાખવામાં આવેલ છે.સોમનાથ ખાતે સ્ટેટ ડીઝાસ્ટર રેસ્કયુ ફોર્સની ટીમ બચાવના સાધનો સાથે સજ્જ છે, ઉપરાંત NDRF ની ૬ ટુકડીઓ આવેલ છે, જેમાં પ ફીલ્ડમાં અને એક રીઝર્વ તાકીદ માટે રખાયેલ છે.

(11:28 am IST)