Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

સોનુ હોવાની માન્યતાના પગલે શિવમંદિર ગર્ભગૃહમાં તોડફોડ

મોરબીના જુના સાદુળકા ગામમાં મંદિરમાં આવુ કૃત્ય કરનારા સામે ભભુકતો રોષ

મોરબી, તા.૧૩: મોરબી તાલુકાના જુના સાદુંળકા ગામે આવેલા શિવ મંદિરના ગર્ભગૃહ નીચે સોનું હોવાની માન્યતાને પગલે મંદિરમાં રાત્રીના તોડફોડ કરવામાં આવી હતી અને ગર્ભગૃહમાં બધું ખોદી નાખવામાં આવ્યું હતું.

જુના સાદુંળકા ગામ ભૂકંપ બાદ નવું વસ્યું હોય અને જુના ગામથી થોડે દુર નવું ગામ બનાવાયું છે અને જુના ગામમાં આવેલા શિવ મંદિરમાં નીચે સોનું દાટ્યું હોવાની માન્યતાને પગલે ગત રાત્રીના મંદિરના ગર્ભગૃહમાં તોડફોડ કરી નાખવામાં આવી છે અને મંદિરમાં ભારે નુકશાની પહોંચાડાઇ છે  આ અંગે ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ પણ મંદિરમાં ભોયરૂ બનાવેલું જોવા મળ્યું હતું અને કેટલાક લોકો મંદિરમાં સોનું હોવાની માન્યતાને પગલે મંદિરને નિશાન બનાવી રહ્યા છે જોકે મંદિર નીચે ખરેખર સોનું છે કે નથી, મંદિર કેટલું પ્રાચીન છે તેની સચોટ માહિતી પ્રાપ્ત થઇ સકી નથી પરંતુ મંદિરમાં સોનું હોવાની વાતને પગલે અગાઉ પણ આવા કૃત્ય કરવામાં આવ્યા હતા તો શિવ મંદિરમાં તોડફોડથી ભકતોમાં નારાજગી જોવા મળી છે અને ગ્રામજનો આવું કૃત્ય કરનાર સામે રોષ ઠાલવી રહ્યા છે.

(11:38 am IST)
  • પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST

  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST