Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

લીંબડી ખાતે કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત શિબિર યોજાઇ

સુરેન્દ્રનગર,તા.૭:મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા કામકાજના સ્થળે જાતિય અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત લીંબડી મામલતદાર કચેરી ખાતે શિબિર યોજવામાં આવી હતી.

આ શિબિરમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી પૂજાબેન ડોડિયાએ દ્યરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ તેમજ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉપરાંત ફિલ્ડ ઓફિસરશ્રી આશાબેન દેસાઇ દ્વારા કામકાજના સ્થળે જાતિય અધિનિયમ ૨૦૧૩ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા આ અધિનિયમ અંતર્ગત સ્થાનિક ફરિયાદ સમિતિનું માળખુ, સમિતિની કામગીરી અને સત્ત્।ાઓ વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. શિબિરના અંતે મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ શિબિરમાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી વૈભવભાઇ, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલરશ્રી નિર્મળાબેન પનારા, જિલ્લા કોર્ડીનેટરશ્રી નેહાબેન પારેખ, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને આરોગ્ય વિભાગના સ્ટાફ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:53 pm IST)