Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મુંદરાના દલિત યુવાને ભુજ એસપી કચેરી સામે પેટ્રોલ પી લેતા ચકચાર

હુમલાની ફરીયાદમાં પોલીસે દાદ ન આપતા નારાજ યુવાને પેટ્રોલ પીધુઃ મુંદરા પોલીસ કહે છે ફરીયાદીનો પબ્લીસીટી સ્ટન્ટ

ભુજ, તા. ૧૩ : મુંદરાના બારોઇ રોડ ઉપર રહેતા જયેશ કરશન કાતરીયા (આહીર) એ ભુજની ડીએસપી કચેરીમાં પેટ્રોલ પી લેતા દોડધામ મચી ગઇ હતી.

સારવાર માટે દાખલ કરાયેલા જયેશ કાતરીયાએ આક્ષેપ કર્યો હતો કે તેના ઉપર મુંદરાના શકિતસિંહ રાઠોડ અને તેના સાગરીતોએ હુમલો કરી માર મારતા તેણે પોલીસને જાણ કર્યા છતાં'યે પોલીસ આવી નહીં, મોડી આવી અને ઉલ્ટો તેને જ ધમકાવ્યો.

પોલીસથી નારાજ જયેશે ભુજની ડીએસપી કચેરીમાં પટ્રોલ પી લીધુ હતું. આ ઘટના બાદ દોડતી થયેલ મુંદરા પોલીસે ખુલાસો કર્યો હતો કે ફરીયાદી જયેશ વિરૂદ્ધ અંજાર -ગાંધીધામમાં ગુનાઓ નોંધાઇ ચૂકયા છે અને પોલીસે તેની કાર્યવાહી બરાબર કરી છે. પેટ્રોલ પીવાની વાત એ પબ્લીસીટી સ્ટન્ટ છે.

(11:44 am IST)
  • મેજર આદિત્ય સામે ગુનાહિત કાર્યવાહી પર સુપ્રિમના મનાઈ હુકમ અને FIR ઉપર ટીપ્પણી બાદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણનું રાજીનામુ માગી લેવુ જોઈએ access_time 12:37 pm IST

  • મોટો ધડાકો : અલ્પેશ ઠાકોર- જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ ત્રણેય મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે ઝંપલાવશે access_time 12:36 pm IST

  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST