Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

કચ્છના વાગડ પંથકમાં કમોસમી વરસાદ :ખેતરોમાં પાણી રેલાયા : જીરુંના પાકને નુક્શાનની શકયતા

હવે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત થયા

કચ્છના વાગડ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.અને આથી ખેતરોમાં પાણી ભરાયા છે. વાગડ વિસ્તારના ખડીર, કુડા,રામવાવ, ગવરીપર, ખેંગારપર, સુવાઈ,સાનગઢવગેરે વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે.

  વાગડ વિસ્તારમાં ખેડૂતો રવિ સિઝનમાં જીરુનું વાવેતર કરે છે ત્યારે જીરુંના પાકને નુક્શાનની શકયતા જોવાઈ રહી છે  કચ્છના ખેડૂતો લીલા દુષ્કાળનો માર હજુ ભૂલ્યા નથી. ત્યાં હવે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત થયા છે.

(7:16 pm IST)