Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

જુનાગઢમાં દારૂનો જથ્થો ઝડપાયો

જુનાગઢ તા.૧ર : રેન્જના ડીઆઇજી શ્રી મનિંદર પ્રતાપસિંઘ પવાર તથા જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાઓની પ્રોહી. જુગારના કેસો શોધી કાઢવાની સુચના તથા જુનાગઢ વિભાગના ના. પો. અધિ. પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અમો પો.સ.ઇ.ડી.જી.બડવા તથા એએસઆઇ એન.એમ.કટારા, એએસઆઇ બી.વી.પરમાર, પીસી પ્રવિણભાઇ કાનાભાઇ, પીસી કનકસિંહ રેવતુભા,  વિક્રમસિંહ ખુમાણભાઇ, પીસી કૈલાશભાઇ નાનજીભાઇ, પીસી માલદેભાઇ જેઠાભાઇ એ રીતના પેટ્રોલીંગમાં સ.વા. તથા ખા. વા. સાથ હતા. તે દરમિયાન પીસી કનકસિંહ રેવતુભા ગોહિલ તથા પો. કોન્સ. પ્રવિણભાઇ કાનાભાઇ નાઓની સંયુકત રાહે ખાનગી બાતમી હકીકત આધારે જુનાગઢ વંથલી હાઇવે રોડ સાંઇનાથ મંદિરથી દક્ષિણ બાજુ સ્વપ્નલોક સોસાયટીના પાછળના ભાગે રહેતો સરમણ ઉર્ફે ભુરો રામાભાઇ રબારીએ પોતાની વડીલોપાર્જિત સંયુકત ખેતીની જમીનના શેઢે આવેલ વોકળાના ઉતર બાજુના કાંઠે ઝાડી-ઝાખરા નિચે ઇગ્લીશ દારૂ સંતાડેલ છે. જે બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપનીની સીલબંધ કાંચની કુલ બોટલ નંગ૧૧ર જે તમામની કિંમત રૂપિયા પ૦૬૦૦નો મુદામાલ રાખી રેઇડ દરમિયાન હાજર નહી મળી આવેલ સરમણ ઉર્ફે ભુરો રામાભાઇ રબારી રહે. જુનાગઢ વંથલી હાઇવે રોડ સાંઇનાથ મંદિરથી દક્ષિણ બાજુ સ્વપ્નલોક સોસાયટીના પાછળના ભાગે વાડી વિસ્તારવાળા વિરૂધ્ધ પ્રોહી એકટ ક.૬પ (ઇ) મુજબ ગુનો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(3:36 pm IST)