Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

કચ્છમાં કમોસમી વરસાદ

માંડવી, અબડાસા, નખત્રાણા, લખપત પંથકમાં વાતાવરણમાં પલ્ટો : છાંટાછૂંટી

ભુજ, તા. ૧૨ : આજે બપોરે કચ્છમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને કમોસમી વરસાદ વરસ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આજે બપોરથી પશ્ચિમ કચ્છના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.

આવા વાતાવરણ વચ્ચે અબડાસા, નખત્રાણા, લખપતમાં હળવો - ભારે વરસાદ પડ્યો છે. માંડવીના શીરવા ગામે પણ માવઠુ વરસ્યુ હતું.

કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકમાં નુકશાન થવાની સંભાવના છે.

(1:27 pm IST)