Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

હિરાસર એરપોર્ટ નિર્માણમાં ફરી વિધ્નઃ બે ગામના ખેડૂતો આડા ફાટયા

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દોડી ગયાઃ ડોસલી ધુના લોમાકોટડીના લોકોને સાંભળ્યાઃ રાત્રી મુકામ કરી પ્રશ્ન ઉકેલાશે

ચોટીલા,તા.૧૨: ચોટીલા રાજકોટ વચ્ચે સુચીત આંતરરાષ્ટ્રીય એરપોર્ટની હદને કારણે બે ગામના લોકોએ તાજેતરમાં જીલ્લા વહીવટી તંત્ર સમક્ષ તેઓની કેટલીક માંગણી સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારતા ગઇકાલે બપોર બાદ કલેકટર સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ દોડી પહોચ્યા હતા

જાણવા મળતી વિગત મુજબ લોમાકોટડી અને ડોસલીધુનાં ગામ ને ખુબજ નજીક એરપોર્ટ ની દિવાલની હદ આવે છે. બંન્ને ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે આ ગામનાં લોકોને તેમના વર્ષોના વસવાટ અને રહેણી કરણીમા ગામની તદ્દન નજીક એરપોર્ટ ની હદ આવતા ભૌગોલિક રીતે બંન્ને ગામનાં લોકોને અનેક નવી મુશ્કેલીઓ ઉભી થઇ રહેલ છે જે વિવિધ મુશ્કેલીઓની રજુઆત અને કેટલીક માગણીઓ સાથે વહીવટી તંત્રને નારાજગી સાથે આંદોલનની ચીમકી આપેલ હતી

ગઈ કાલે બપોર બાદ જીલ્લા કલેકટર કે. રાજેશ, ચોટીલા પ્રાત અધિકારી આર. બી અંગારી, એરપોર્ટ ઓથોરિટીનાં જીએમ અને તેમની ટીમ, એરપોર્ટની કામગીરી સંભાળનાર કંપનીનાં લોકો તેમજ પીજીવીસીએલ આર એન બી સહિતનો કાફલો બંન્ને ગામ લોકોની મુલાકાતે દોડી ગયેલ સાંજના સ્થાનિક જીલ્લા વહીવટી તંત્ર એ ગામલોકોની પ્રાથમિક તબક્કે માંગણીઓ જાણી કેટલાક મુદ્દે સ્થાનિકની ગેરસમજ ને દુર કરવા અને તેઓની વિવિધ માંગણીઓનાં શકય તેટલા સ્થાનિક કક્ષાએ હલ કરવા ચર્ચાઓ કરેલ હતી

જોકે તંત્રની વાતચીત થી લોકો સંપુર્ણ સંતુષ્ટ નથી પરંતુ આગામી દિવસોમાં બંન્ને ગામનાં લોક હિતાર્થમાં શકય તેટલો હલ લાવવામાં આવશે જેના માટે નજીકના દિવસોમાં જીલ્લા કલેકટર સહિતના અધિકારીઓ સાથે ગામલોકો મુકત મને વાતચીત કરે તે માટે રાત્રી મુકામ કરી બંન્ને ગામની રજુઆતોનો હલ લાવવા આયોજન ગોઠવશે તેવી મોખીક બાહેંધરી આપેલ છે.

ચોટીલા તાલુકાના લોમાકોટડી ગામની ગામતળની જમીન અને રસ્તાની જમીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ જમીનમાં સંપાદીત થવા સામે ગ્રામજનોએ તાલુકાકક્ષા તથા જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. આથી ગ્રામજનોની મુશ્કેલી ધ્યાને લઇ જિલ્લા કલેકટર અને ટીમે જમીન સ્થળની મુલાકાત લીધી હતી.ચોટીલા તાલુકાના લોમાકોટડી ગામતળની જમીન જે ગ્રીનફિલ્ડ એરપોર્ટની જમીનમાં સંપાદીત થતા ગ્રામજનોએ વિરોધ દર્શાવી જિલ્લા કલેકટરને વાંધાઅરજી સાથે લેખીત રજૂઆત કરી હતી.

જેમાં લોમાકોટડીની નદી બાજુની અને ગામતડ ની જમીન સરકારે તરફથી વિકાસ અને રહેણાકના હેતુ માટે ફાળવેલ છે. આ જમીન જમીન એરપોર્ટમાં સમાવેશ થતા હવે ગામના વિકાસ અને રહેણાક માટે જમીનની દ્યટ ઉભી થવાનો પ્રશ્ન રહેવાથી અને નદીના પરના રસ્તા માટે નાળું નો પ્રશ્ન રહેતો હોવાના કારણે તંત્રમાં વારંવાર ગ્રામજનોએ રજૂઆતો કરવામાં આવેલ હતી.

જયારે તા.૮ ડિસેમ્બરે ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ પણ ગ્રામજનોની મુલાકાત લઇ કલેકટરને આ અંગે જાણ પણ કરવામાં આવી હતી. આમ ગ્રામજનોની મુશ્કેલીઓ ને ધ્યાને લઈને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ અને ટીમે ગ્રીનફિલ્ડ એરપોર્ટની જમીનની મુલાકાત લીધી હતી.(

(1:22 pm IST)