Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

સોૈરાષ્ટ્ર કચ્છના વ્હોરા બિરાદરો બેદિ ધર્મગુરૂઓના જન્મોત્સવ ઉજવશે

સુરતમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના જન્મોત્સવની ઉજવણીના પગલે

જસદણ તા ૧૨  :  વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના બાવનમાં દિવગંત દાઇ નામદાર ડો. અબુલ કાઇદ જોહર મોહંમદ બુરશાનુદીન સાહેબ (રી.અ.) તથા તેમના સુપુત્ર અને સમાજના વર્તમાન ત્રેપનમાં દાઇ તાજદાર ડો. અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફૂદીન સાહેબ (ત.ઉ.શ.) આ બંને સર્વોચાચ ધર્મગુરૂઓના અનુક્રમે ૧૦૯ અને ૭૬માં જન્મદિવસની ઉજવણી સોૈરાષ્ટ્ર-કચ્છના વ્હોરા બિરાદરો આગામી તા.૧૬,૧૭ સોમવાર, મંગળવારનારોજ બે દિવસ ધામધુમ પૂર્વક કરશે.

આ અંગે સોૈરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, ભુજ,બોટાદ,મોરબી, જામનગર,અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, દ્વારકા,ગિર સોમનાથ, તળાજા, ગારીયાધાર, રાજુલા, દામનગર, બાબરા, મહુવા, વિછીયા, જસદણ, જેસર,, ઉપલેટા,મેંદરડા,વિસાવદર, ઉપલેટા, વંથલી, ધારી, ચલાળા, જાફરાબાદ, કોડીનાર, ચિતલ, માંડવી, અંજાર, જામખંભાળીયા, ધ્રોલ, કાલાવડ, પાળીયાદ, વાંકાનેર, લીંબડી, લખતર, કુંકાવાવ, વેરાવળ, વઢવાણ, ધાંગધ્રા, જસદણ, ભાણવડ, કુતિયાણા, દામનગર, વેરાવળ, બરવાળા, સહિતના ગામેગામના વ્હોરા બિરાદરોએ તડામાર તૈયારીઓ આરંભી છે.

આ જન્મોત્સવ ઉજવવા માટેડો.ે સૈયદના સાહેબની ખાસ પધરામણી સુરત શહેરમાં થઇ હોવાથી વ્હોરા સમાજમાં સોનામાં સુગંધ ભળી હોય એમ સોૈરાષ્ટ્ર-કચ્છના વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા છેઙ્ગ.સમાજના બાવનમાં દાઇ દિવગંત બુરહાનુદીન સાહેબ ઇસ્વીસન૨૦૧૪માં દેહ વિલય પામ્યાં પણ તે પૂર્વે તેમણે સળંગ ૫૦ વર્ષ સુધી સર્વોચ્ચ ધર્મગુરૂના પદ પરરહી સમાજને જે ઊંચાઇ બક્ષી અને દેશમાં સામાજીક, સેવાકીય, શૈક્ષણિક, આરોગ્ય, વેપાર રોજગાર, રહેઠાણ, ક્ષેત્રેજે કામગીરી કરી જેથી હજારો લોકોને એક દિશા મળી, આવું આગવુ કાર્યકરવા માટે અત્યંત વૃધ્ધાવસ્થા હોવા છતાં તેમણે દેશ-દેશાવરનો પ્રવાસ જીવનનાઅંત સુધી કરી લાખો લોકોના જીવનમાં અજવાળુ પાથરવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો.

આવા મહામાનવનો૧૦૯મો જન્મ દિવસ છે. જયારે વર્તમાન ત્રેપનમાં દાઇ મુફદ્લ સાહેબ પણ દરેક રીતે વિધ્વાન છે. તેઓ તેમના અનુયાયીઓને ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુઆર્ન શરીફ વાંચવાની અનેએને યાદ રાખવાની વારંવાર સલાહ ઉપરાંત તેઓ, જેઓને રહેઠાણ નથી, આર્થિક સધ્ધર નથી, ગરીબીના કારણે શિક્ષણથી વંચિત છે, તેઓને પોતાના જુદા જુદા ટ્રસ્ટો દ્વારા આર્થિક સહાય અને વ્યાજ વગરની લોન આપવાનું મુઠ્ઠી ઊંચેરૂ કાર્યકરી સમાજમાં જીવનધોરણ ઉંચુ લાવ્યાં છે. તેમનો ૭૬મો જન્મદિવસ છે.

ખાસ કરીને આ જન્મોત્સવ સુરતમાં ઉજવાશે જેમાં દુનિયાભરમાંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપરાંત દેશ-વિદેશમાંથી એમના અંદાજે ૨૫ હજાર જેટલા અનુયાયીઓ સુરત ઉપસ્થિત રહેશે. સોૈરાષ્ટ્ર-કચ્છના વ્હોરા સમુદાય વસવાટવાળાગામેગામ સોમ અને મંગળવારના રોજ પોતાના સર્વોચ્ચ ધર્મગુરૂઓના જન્મભમહોત્સવ નિમીતે મજલીશ, ન્યાઝ અને વિવિધ સામાજિક, સેવાકીય કાર્યો સાથે અદન અને અકીદત સાથે ઉજવાશેે, જેમાં બંને ધર્મગુરુઓને ગર્વભેર યાદ કરાશે. આ અંગે સોૈરાષ્ટ્ર-કચ્છના વ્હોરા બિરાદરોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહયો છે. (તસ્વીરઃ હુસામુદીન કપાસી જસદણ)

(11:57 am IST)