Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

વાંકાનેર પોલીસ દ્વારા પકડાયેલ એક કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો

વાંકાનેર સિટી તથા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પકડાયેલ એક કરોડ ઉપરાંતના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો કોર્ટની મંજુરીથી સબ ડીવી. મેજી. એન. એફ. વસાવા, નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજા વાંકાનેર સિટીના પી.આઇ. શ્રી એચ. એન. રાઠોડ તથા વાંકાનેર તાલુકાના પી.એસ.આઇ. શ્રી આર. પી. જાડેજાની હાજરીમાં નેશનલ હાઇવે તીર્થ હોટલ આગળ જુનો નેશનલ હાઇવે બંધ પડેલ છે ત્યાં ખુલ્લી જગ્યામાં વાંકાનેર તાલુકાની ઇંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૯,ર૯૭ કિંમત ૬૭,૭૮,૬પ૦ નો મુદામાલ તેમજ વાંકાનેર સિટીનો ૧૧૦પર ઇંગ્લિશ દારૂ બોટલ કિંમત ૩૮,૯૯,પ૭પ નો મુદામાલ બન્ને પોલીસ સ્ટેશનનો મળીને ટોટલ એક કરોડ, છ લાખ, અઠીયોતેર હજાર, બસો પચ્ચીસના જથ્થાપર ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવેલ હતો. તસ્વીરમાં દારૂનો જથ્થો અને પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ ભાટી એન. વાંકાનેર)

(11:32 am IST)