Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે ઝાકળવર્ષા

લઘુતમ તાપમાનમાં વધારોઃ મોડી રાત્રીના અને સવારે સામાન્ય ઠંડક

રાજકોટ તા.૧૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારના સમયે વાતાવરણમા ભેજનુ પ્રમાણ વધતા ઝાકળવર્ષા થઇ હતી. આવા વાતાવરણ વચ્ચે આજે ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડીમા સામાન્ય ઘટાડો નોંધાયો હતો. આજે સૌથી ઓછુ લઘુતમ તાપમાન ગાંઝીનગરમાં ૧૨.૨ ડિગ્રી, રાજકોટ ૧૬.૮ ડિગ્રી, નલીયા ૧૭.૬ ડિગ્રી નોંધાયુ છે. આ ઉપરાંત ભેજના પ્રમાણમા પણ વધારો થયો છે જેના કારણે ઝાકળવર્ષા થઇ છે.

જસદણ

જસદણઃ જસદણ પંથકમાં આજે ઠંડી પહેલાં ભારે ઝાકળ નીકળતાં રસ્તાઓ ભીંજાય ગયાં હતા દિવસ ઊગી ગયો છતાં વાહનોની હેડ લાઇટ ચાલું રાખવી પડી હતી વહેલી સવારે તો વાહનોની ગતિ પણ ધીમી પડી ગઇ હતી પાર્ક કરેલા વાહનો તો વરસાદમાં રીતસર ભીંજાય હોય એવી હાલત થઇ હતી શહેરનું સવારનું તાપમાન ૧૮ ડીગ્રી રહ્યું હતું જો કે સુર્યદેવએ દર્શન દેતાં વાતાવરણ હુંફાળું બન્યું હતું પણ આટલી  ઠંડીમાં લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો અને સવારે નવ વાગ્યે પણ બજારમાં લોકોની પાંખી હાજરી રહી હતી.

જામનગર

 જામનગરઃ આજનું હવામાન ૨૮ મહતમ, ૧૭ લઘુતમ, ૯૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:30 am IST)