Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ગોસાબારામાં કોસ્ટલ કોમ્બીંગ

પોરબંદરઃ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા રાજયમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી સલામત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને પોરબંદર જીલ્લામાં દરીયાઇ સુરક્ષા સુદ્રઢ બનાવવા સારૃં અને દરિયામાં થતી ગે.કા.પ્રવૃતિ અટકાવવા સારૃં આંતરીક સુરક્ષાઓને ધ્યાને લઇ જરૃરી તકેદારી ભાગરૃપે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.કે.શ્રીમાળી તથા નવીબંદર જી.પી.જાડેજા પો.સબ.ઇન્સ. નાઓને સુચના આધારે પો.ઇન્સ. તથા પો.સબ.ઇન્સ. તથા એસ.ઓ.જી. ટીમના તથા નવીબંદર મરીન પોલીસના માણસો દ્વારા ગોસાબારા કે જે અનઅધિકૃત ફિશ લેન્ડીંગ સેન્ટર હોય ગે.કા. પ્રવૃતિ ન થાય તે માટે સઘન કોમ્બીંગ કરી બોટો તથા માણસોનું ચેકિંગ કરવામાં આવેલ. આ કામગીરી પી.આઇ. એચ.કે.શ્રીમાળી, પી.એસ.આઇ જી.પી.જાડેજા નવીબંદર તથા એસ.ઓ.જી. તથા નવીબંદર પોલીસ સ્ટાફની ટીમો રોકાયેલ હતી. ચેકિંગ કામગીરીની તસ્વીર.

(1:45 pm IST)