Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ખંભાળિયામાં મુળુભાઇ, ધોરાજીમાં પાડલિયા, કુતિયાણામાં ઢેલીબેન ભાજપના ઉમેદવાર

ભાજપના વધુ ૬ ઉમેદવારો જાહેર : ભાવનગર પૂર્વમાં વિભાવરીબેનના સ્‍થાને સેજલ પંડયા

રાજકોટ તા. ૧૨ : ભાજપે પ્રથમ તબક્કે ૧૬૦ ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ ૬ ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં સૌરાષ્‍ટ્રના ૪ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
ધોરાજીમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. મહેન્‍દ્ર પાડલિયાને ટીકીટ આપવામાં આવી છે. આ બેઠક પર કોંગ્રેસે લલિત વસોયાને રીપીટ કર્યા છે. દ્વારકા જિલ્લાની ખંભાળીયા બેઠક પર પૂર્વ પ્રધાન મુળુભાઇ બેરાને ઉમેદવાર બનાવવામાં આવ્‍યા છે. કુતિયાણામાં શ્રીમતિ ઢેલીબેન માલદેભાઇ ઓડેદરાને ટીકીટ આપવામાં આવી છે. ભાવનગર પૂર્વમાં વિભાવરીબેન દવેની બાદબાકી કરી શ્રીમતિ સેજલ રાજીવકુમાર પંડયાને ટીકીટ આપવામાં આવી છે. ડેડીયાપાડાની એસટી અનામત બેઠક પર હિતેશ વસાવા અને સુરતની ચોર્યાસી બેઠક પર સંદિપ દેસાઇને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્‍યા છે.
બંને તબક્કાની મળી ભાજપે ૧૬૮ બેઠકો જાહેર કરી દેતા હવે માત્ર ૧૪ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર થવાના બાકી છે. જ્‍યાં ૧ ડિસેમ્‍બરે મતદાન છે તે સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતના બાકી ઉમેદવારો સોમવારે ઉમેદવારી પત્રો રજુ કરશે

 

(3:31 pm IST)