Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સૌપ્રથમ નવરાત્રિ મહોત્સવનું આયોજન

સુત્રાપાડા. તા.૧રઃ   સુત્રાપાડા નગરપાલિકા દ્વારા પ્રથમવાર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

મહોત્સવના અધ્યક્ષ પદે પૂર્વ કેબીનેટ મંત્રી જસમતભાઇ બારડ, જિલ્લા કલેકટર અજય પ્રકાશ ઉપસ્થિત રહી દિપ પ્રાગટય  કરી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવેલ.

આ પ્રસંગે ઉપસ્થિતઙ્ગરાજશીભાઇ જોટવા, પૂર્વમંત્રી લખમણભાઇ પરમાર, સિદાભાઇ રાઠોડ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જેસીંગભાઇ બારડ, જી.એચ.સી.એલ. કંપનીના અધિકારી રાડીયા, માજી સરપંચ વજુભાઇ મોરી, જીતુભાઇ કુહાડા,રામસિંહભાઇ ડોડીયા વિગેરેનું સ્વાત કરવામાં આવેલ.

માતાજીની આરતી બાદ ખેલૈયાઓ દ્વારા તલવાર બાજીના રાસએ ભારે આકર્ષણ જમાવ્યું હતુ.

પ્રથમ વખત યોજાયેલ નવરાત્રિ મહોત્સવ માણવા નગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. (૧૧.૬)

(12:15 pm IST)
  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST

  • બ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીશ્રી નિમણુક કરીઃ દર વર્ષે આશરે ૪૫૦૦ લોકો આત્મહત્યા કરે છેઃ ખુબજ ચિંતાજનક આંકડોઃ વડાપ્રધાન થેરેસા મેનું નિવેદન access_time 11:28 am IST