સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સૌપ્રથમ નવરાત્રિ મહોત્સવનું આયોજન
સુત્રાપાડા. તા.૧રઃ સુત્રાપાડા નગરપાલિકા દ્વારા પ્રથમવાર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
મહોત્સવના અધ્યક્ષ પદે પૂર્વ કેબીનેટ મંત્રી જસમતભાઇ બારડ, જિલ્લા કલેકટર અજય પ્રકાશ ઉપસ્થિત રહી દિપ પ્રાગટય કરી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવેલ.
આ પ્રસંગે ઉપસ્થિતઙ્ગરાજશીભાઇ જોટવા, પૂર્વમંત્રી લખમણભાઇ પરમાર, સિદાભાઇ રાઠોડ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જેસીંગભાઇ બારડ, જી.એચ.સી.એલ. કંપનીના અધિકારી રાડીયા, માજી સરપંચ વજુભાઇ મોરી, જીતુભાઇ કુહાડા,રામસિંહભાઇ ડોડીયા વિગેરેનું સ્વાત કરવામાં આવેલ.
માતાજીની આરતી બાદ ખેલૈયાઓ દ્વારા તલવાર બાજીના રાસએ ભારે આકર્ષણ જમાવ્યું હતુ.
પ્રથમ વખત યોજાયેલ નવરાત્રિ મહોત્સવ માણવા નગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. (૧૧.૬)