Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ઉનાઃ હાઈવેના નબળા કામની ફરિયાદ કર્યા બાદ ખોટી પોલીસ અરજી તથા ત્રાસ સામે મુખ્યમંત્રીને રજૂઆત

ઉના, તા. ૧૨ :. કોળી સમાજના યુવા આગેવાન રસિક ચાવડાને પોતાની સામે ખોટી પોલીસ અરજી કરી માનસિક ત્રાસ તથા જાનનું જોખમ હોય મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરી રક્ષણ આપવા માંગણી કરી છે.

કોળી સમાજના પ્રદેશના યુવા આગેવાન રસિક ચાવડાએ તાજેતરમાં કાગવદરથી ઉના નેશનલ હાઈવેનુ નબળુ કામ થતુ હોય તપાસ કરવા ઉના પ્રાંત કચેરીને લેખીતમાં રજુઆત કરેલ હતી. તેમજ મહામહીમ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પરિવહન કેન્દ્ર મંત્રી નીતિન ગડકરી સહિત ઉચ્ચ કક્ષાએ માંગ કરી હતી. ત્યાર બાદ ખોટી પોલીસ અરજી કરી ડરાવી, માનસિક ત્રાસ આપતા હોય યુવા કોળી સમાજ ગુજરાતના આગેવાન જેન્તીભાઈ જે. સોલંકી, પ્રવિણભાઈ મકવાણા, ભરતભાઈ કામળીયા વિગેરે એ મુખ્યમંત્રીને લખેલ અરજી પ્રાંત કચેરીએ જઈ રજૂઆત લેખીતમાં કરી છે. ન્યાય નહિ મળે તો ગુજરાત યુવા કોળી સમાજના બેનર હેઠળ આંદોલન, ધરણા, પ્રદર્શન કરવાની ચીમકી આપી છે.

(11:36 am IST)
  • જમ્મુ - કાશ્મીરના ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાન ભારે તોપમારો કરી રહ્યુ છે : પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પાસેના ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારે તોપમારો શરૂ કર્યાના અહેવાલ છે access_time 1:13 pm IST

  • ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તરઃ રીઝર્વ બેંકનો રિપોર્ટ : સરકારે રાહતદરના મકાનો આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ લોકોમાં ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તર સ્થિતિમાં પહોંચી છેઃ દિલ્હી, મુંબઇ સહિત ૧૩ શહેરોના સર્વે બાદ રીઝર્વ બેંકે આ મૂજબ જણાવ્યું છે. ૪ વર્ષમાં આવકના મુકાબલે મકાનની કિંમત સૌથી વધુ વધી છે access_time 11:23 am IST

  • હવે કર્ણાટક ભાજપમાં પણ કકળાટ : કર્ણાટકમાં રાજકીય સંકટના પગલે કોંગ્રેસમાં કકળાટ સર્જાયાના પગલે હવે ભાજપમાં પણ ધમાસાણ મચ્યું છે. જેડીએસ બળવાખોરને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો સર્જાયો છે. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદબહાર આવી રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર પ્રવર્તિ રહ્યાનું પણ કહેવાય છે. access_time 1:14 pm IST