સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

ઉનાઃ હાઈવેના નબળા કામની ફરિયાદ કર્યા બાદ ખોટી પોલીસ અરજી તથા ત્રાસ સામે મુખ્યમંત્રીને રજૂઆત

ઉના, તા. ૧૨ :. કોળી સમાજના યુવા આગેવાન રસિક ચાવડાને પોતાની સામે ખોટી પોલીસ અરજી કરી માનસિક ત્રાસ તથા જાનનું જોખમ હોય મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરી રક્ષણ આપવા માંગણી કરી છે.

કોળી સમાજના પ્રદેશના યુવા આગેવાન રસિક ચાવડાએ તાજેતરમાં કાગવદરથી ઉના નેશનલ હાઈવેનુ નબળુ કામ થતુ હોય તપાસ કરવા ઉના પ્રાંત કચેરીને લેખીતમાં રજુઆત કરેલ હતી. તેમજ મહામહીમ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પરિવહન કેન્દ્ર મંત્રી નીતિન ગડકરી સહિત ઉચ્ચ કક્ષાએ માંગ કરી હતી. ત્યાર બાદ ખોટી પોલીસ અરજી કરી ડરાવી, માનસિક ત્રાસ આપતા હોય યુવા કોળી સમાજ ગુજરાતના આગેવાન જેન્તીભાઈ જે. સોલંકી, પ્રવિણભાઈ મકવાણા, ભરતભાઈ કામળીયા વિગેરે એ મુખ્યમંત્રીને લખેલ અરજી પ્રાંત કચેરીએ જઈ રજૂઆત લેખીતમાં કરી છે. ન્યાય નહિ મળે તો ગુજરાત યુવા કોળી સમાજના બેનર હેઠળ આંદોલન, ધરણા, પ્રદર્શન કરવાની ચીમકી આપી છે.

(11:36 am IST)