Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

વેરાવળના વડોદરા ડોડીયા ગામેથી ૩૭૪૪ વિદેશી દારૂ બોટલ ઝડપાય

૧,૮૭,૭૦૦ ના મુદામાલ સાથે આરોપીની અટકાયત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામે ૩૭૪૪ વિદેશી દારૂની બોટલ ઝડપાય જતા ભારે ખળભળાટ મચેલ છે નાનાકડા એવા ગામમાં આટલો મોટો જથ્થો પોલીસ ને હાથે લાગી જતા આર્શ્ચય ફેલાયેલ છે આ જથ્થો મહેસાણાથી મંગાવેલ હોય તેથી પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

વેરાવળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વડોદરા ડોડીયા ગામમાં રહેતા જીવાભાઈ કાનાભાઈ વાળાના મકાનમાં વિદેશી દારૂ વેચાતો હોય તે બાતમીના આધારે દરોડો પાડતા તેના ઘરમાંથી ૭૮ વિદેશી દારૂ પેટી બોટલ નંગ ૩૭૪૪ જુદી જુદી બ્રાંન્ડની મળી આવેલ હતી આ દારૂનો જથ્થો રૂ.૧,૮૭,ર૦૦ તેમજ આરોપી પાસેથી મોબાઈલ નંગ ૧ કુલ રૂ.૧,૮૭,૭૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો પોલીસે જણાવેલ હતું કે આ મુદામાલ મહેસાણાના ગૌરાંગ પ્રહલાદ રાવલ પાસેથી મંગાવેલ હોય જેથી તેની શોધખોળ ચાલુ કરેલ છે.

મહેણાસાથી વડોદરા ડોડીયા ૬૦૦ કીલો મીટર જેટલું થાય છે અનેક ચેક પોસ્ટ,ટોલનાકા હોય તેમ છતા આટલો મોટો જથ્થો નાનકડા એવા ગામમાં પહોચી ગયેલ હોય અને ખુલ્લેઆમ વેચાતો હોય તે આર્શ્ચયની વાત છે ગીર સોમનાથ એસ.પી તથા એ.એસ.પી દ્રારા ગંભીરતાથી તપાસ કરવામાં આવે તો આખા વિસ્તારમાં વિદેશી દારૂ કેટલો વેચાય છે તે બહાર આવી શકે છે તેવું જાણવા મળી રહેલ છે.

(12:51 pm IST)