Gujarati News

Gujarati News

ગુજરાતમાં આમ આદમી પાર્ટી કાઠું કાઢે તો નવાઈ નહિ: ૨૦૨૨ની ચૂંટણીમાં મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોય તેવી લાગણી દર્શાવતા નરેશભાઈ પટેલ : ખોડલધામ ખાતે કડવા - લેઉવા પાટીદાર આગેવાનોની ઐતિહાસિક બેઠક પૂર્વે ખોડલધામ કાગવડના મોભી નરેશભાઈ પટેલની પત્રકારો સાથે ખુલ્લા મનની વાતચીત : આગામી ચૂંટણી અંગે કોને સમર્થન આપવુ તે સહિતની બાબતો આજની બેઠકમાં ચર્ચાશે : પાટીદાર સમાજ સૌથી મોટો સમાજ છે, કદાચ ગુજરાતમાં સૌથી વધુ ટેકસ ભરતો હશે અને પક્ષમાં રહેલા પાટીદાર સમાજના આગેવાનોને તે મુજબ મહત્વ મળે તેમાં કંઈ ખોટુ નથી : રાજકીય અને વહીવટી ક્ષેત્રે પૂરતુ મહત્વ મળે તેવી સમાજની લાગણી છે : નરેશભાઈ access_time 11:35 am IST

રથયાત્રા માટે મહાયુધ્ધ મોરચા જેવી રણનીતિ ઘડાઈઃ ફકત અમદાવાદ નહિ, આખા ગુજરાતની પોલીસ હિસ્સો બને છે: રાજય સરકાર ભલે જે તે સયમની પરિસ્થિતી જોઈ નિર્ણય કરે પરંતુ પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કેમ ચાલી રહી છે? તેની રસપ્રદ ભીતરી કથા : લાખો ભકતોની હાજરી ધ્યાને લઈ આતંકવાદી તત્વોની નિયત ખરાબ ન થાય તે માટે સ્ટેટ આઈબી દિલ્હી સેન્ટ્રલ આઈબી સાથે સંકલનમાં રહે છે, સ્પેશ્યલ બ્રાન્ચ, પોલીસ કંટ્રોલ અને ક્રાઈમ બ્રાંચની ભૂમિકા પણ મહત્વની રહે છે : ગુજરાતભરમાંથી હજારો પોલીસ બોલાવી લેવાથી કામ પૂર્ણ થતું નથી, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, ચેતક કમાન્ડો, કેન્દ્ર પાસેથી સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ,રેપિડ એકશન ફોર્સ સહિત અર્ધ લશ્કરી દળો ગોઠવવા પડે : ઊંચી ઈમારતો પરથી રાત્રે પણ નિરીક્ષણ થાય તેવા દૂરબીન સાથે જવાનો બાજ નજર રાખે, આકાશ, ધરતી અને સરહદ તથા દરિયા કિનારા અને જેલમાં પણ સાવચેતી રાખવામાં આવે છે access_time 12:50 pm IST