Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

જુનાગઢમાં કોંગ્રેસીઓની અટકાયત

જુનાગઢઃ શહેર કોંગ્રેસ સમિતી દ્વારા વધતી જતી મોંદ્યવારીના મુળભુત કારણ સમાન પેટ્રોલ - ડીઝલ - ગેસના સતત ભાવ વધારાના વિરોધમાં જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ પટેલની આગેવાની હેઠળ લોકોનો અવાજ બની વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ભાજપ સરકાર લોકોનો અવાજ દબાવવા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ ધારાસભ્ય ભીખાભાઇ જોશી, કોર્પોરેટર લલિતભાઈ પરસાણા, લાખાભાઇ પરમાર, મહામંત્રી નટુભાઈ ખીસડા, કિશોરભાઈ હડવાની, ઉપ-પ્રમુખ મિહિર મહેતા, વસ્વનીભાઈ, હરિભાઈ ધુડા, હિમેનભાઈ ધોળકિયા,બાવનજીભાઈ પ ટોડિયા, સફિભાઈ બંગાલી, ચુનીભાઈ પનારા, રામલાલ, ચિરાગભાઈ ભલાની, ધરપકડ કરી હતી.

(12:50 pm IST)