Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

મોરબીના રફાળીયામાં પ્રેમ સંબંધના ડખ્ખામાં ૫ શખ્સોએ યુવક અને મહિલાને મારમાર્યો : ખૂનની ધમકી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૨: મોરબીના રફાળીયા ગામે વેલનાથ સોસાયટીમાં પ્રેમ સંબધ બાબતે પાંચ શખ્સોએ યુવાન અને મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રફાળીયા ગામે વેલનાથ સોસાયટીમાં રહેતા રાજુભાઈ અવચરભાઈ ધંધુકીયા (ઉ.૨૭)ના ભાણેજ સુરેશને આરોપી દિનેશભાઈ નાનજીભાઈ સાથલીયાની દીકરી સાથે પ્રેમ સંબધ હોય અને તેઓ બંને લગ્ન કરવા હોય જે બાબતે આરોપી દિનેશભાઈને સારું નહિ લાગતા તેની દાઝ રાખી આરોપી દિનેશભાઈ નાનજીભાઈ સાથલીયા , પ્રકાશભાઈ મનુભાઈ, નીલેશભાઈ દિનેશભાઈ સાથલીયા અને રાજેશભાઈ બારોટએ ફરિયાદી રાજુભાઈ તથા તેમના ભાણેજ તથા તેમની બહેન સાથે બોલાચાલી કરી ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી જયપાલ ઉર્ફે લાલો એ પાછળથી આવી ફરિયાદી રાજુભાઈને લાકડી વડે માર મારી સાહેદ જશુબેનને આંગળીઓના ભાગે ઈજા કરી હોવાની ફરિયાદ રાજુભાઈએ મોરબી તાલુકા પોલીસમાં નોધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)