Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

માળીયા હાઈવે પર ટ્રકની ઠોકરે કાર સવાર પરિવારના ત્રણ સભ્યો ઘવાયા

કચ્છથી મોરબી જતા વેળાએ અકસ્માત

 

માળીયા હાઈવે પરથી પસાર થતી કારને ટ્રક સાથે ટક્કર થવા પામી હોય જેમાં કારમાં સવાર ત્રણને ઈજા પહોંચી છે

કચ્છના નખત્રાણાના મંજલગામના રહેવાસી યુવરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે કચ્છથી મોરબી જતા હોય ત્યારે હાઈવે પર દેવ સોલ્ટ કારખાના પાસે ટ્રક નં જીજે ૧૨ એડબલ્યુ ૨૮૯૩ ના ચાલકે અચાનક બ્રેક મારતા ફરિયાદીની સ્વીફ્ટ કાર નં જીજે ૧૨ બીઆર ૩૩૦૨ વાળી ટ્રકના પાછળના ભાગમાં ભટકાઈ જતા કારસવાર ફરિયાદી યુવરાજસિંહ જાડેજા તેના પિતા સુરેન્દ્રસિંહ અને માતા કંચનબાને ઈજા થઇ છે માળીયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(1:00 am IST)