Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

મહારાષ્ટ્રથી કચ્છ જિલ્લામાં જતી ખાનગી બસમાં મંજૂરી વગર મુસાફરી કરતા 18 સહીત 34 લોકોને માળીયા પોલીસે ઝડપ્યા

ખાનગી બસમાં તમામ પ્રવાસીઓને સરકારી ફેસેલિટી સેન્ટરમાં ક્વોરેન્ટાઇન કરાયા

 

માળીયા :કોરોના સંક્રમણને રોકવા સરકારે લોકડાઉન જાહેર કર્યું છે લોકોને જ્યાં છે ત્યાં રોકાવા માટેની અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ લોકો મંજૂરી સાથે અને મંજૂરી વગર જિલ્લા બહાર અને રાજ્ય બહાર હેરાફેરી કરી રહ્યા છે મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં આવેલ ઓનેસ્ટ હોટલ પાસેની એક પોસ્ટ પાસેથી પસાર થઈ રહેલી મહારાષ્ટ્રથી કચ્છ જીલ્લામાં જતી ખાનગી બસને રોકીને તપાસ કરવામાં આવતા બસમાં બેઠેલા ૩૪ લોકોમાંથી ૧૮ને મંજુરી હોવાથી હાલમાં તમામને સરકારી ફેસેલીટી સેન્ટરમાં કોરેન્ટાઇન કરાયા છે

મોરબી જિલ્લાની ચેકપોસ્ટો પરથી પસાર થતા દરેક વાહનોને પોલીસ વિભાગ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે દરમ્યાન આજરોજ મહારાષ્ટ્રના રાયગઢમાંથી ભરાયેલ કચ્છ જિલ્લાની બસ પસાર થઈ રહી હતી ત્યારે માળીયા તાલુકાની ઓનેસ્ટ હોટલ પાસેની ચેકપોસ્ટ પાસે બસને તલાસી લેવામાં આવતા બસમાં મુસાફરી કરી રહેલા ૩૪ મુસાફરોમાં થી ૧૮ મુસાફરોને મુસાફરી કરવા માટેની કોઇ પણ પ્રકારની સરકારી તંત્રની મંજૂરી મળી હતી જેથી કરીને ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને હાલમાં કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકામાં જઈ રહેલા ૩૪ મુસાફરોને હાલમાં માળીયાના સરકારી ફસેલીટી સેન્ટરમાં રાખવામા઼ આવ્યા હોવાનું માળીયાના પીએસઆઇ ગીરીશ વાણીયાએ જણાવ્યુ છે

(12:52 am IST)