Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

અમરેલીના ખાંભાના ડેડાણ ગામે હાઇવે રોડ પરથી બિનવારસી હાલતમાં સરકારી દવાનો જથ્થો મળ્યો

સરકારી દવાનો મોટો જથ્થો પ્લાસ્ટિકની બેગ ભરી જાહેર માં ફેંકી દેવાયો

 

અમરેલી : કોરોના વાઈરસના કાહેર વચ્ચે ગુજરાતમાં તમામ પ્રજા અત્યારે બેસુમાર હાડમારી વેઠી રહી છે. ત્યારે સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અમરેલીના ખાંભા પાસે ડેડાણ ના પટેલ પરા વિસ્તાર નજીક સરકારી મેડીસીન નો મોટો જથ્થો જાહેર રોડ રસ્તા પર બિનવારસી હાલતમાં પડ્યો હતો.

કોરાના કહેર વચ્ચે સરકારી દવાનો મોટો જથ્થો જાહેર રસ્તા મળતા તંત્રની બેદરકારી સામે આવી છે. સરકારી દવાનો મોટો જથ્થો પ્લાસ્ટિકની બેગ ભરી જાહેર માં ફેંકી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જથ્થામાં મેડીસીનની ગોળીઓ સહિત ઑઆરએસના પેકેટ હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીથી હજુ પણ ખાંભા આરોગ્ય વિભાગ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું જણાવી રહ્યું છે

(11:12 pm IST)