Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કચ્છના રાપરના હમીરપર હત્યાકાંડમાં આડેસરના પીએસઆઇ સસ્પેન્ડ

આ હત્યાકાંડમાં ડખ્ખાનું મૂળ જમીન પ્રકરણ હતું, સાથે સાથે ધમા કોળી અને અખા ઉમટ વચ્ચે દારૂના ધંધાના કારણે ઉભી થયેલી દુશ્મનાવટ પણ ચર્ચાનું કારણ બન્યું

 

 

(ભુજ) શનિવારે કચ્છના રાપર તાલુકાના હમીરપરમાં ખેલાયેલ ખૂનની હોળીમાં આડેસર પોલીસ પર ગાજ પડી છે. એક સાથે પાંચ પાંચ જણાનો ભોગ લેનાર હત્યાકાંડમાં ફરજમા બેદરકારી દાખવવા બદલ આડેસર પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે.

મોટી હમીરપર પર થયેલા હત્યાકાંડમાં પોલીસની બેદરકારી સામે આવ્યા બાદ પગલું લેવાયું છે. હત્યાકાંડ બાદ ઘટના સ્થળની રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તપાસ દરમ્યાન ગંભીર બનાવમાં આડેસર પીએસઆઇ બી. વી. ચુડાસમાને ફરજમાં બેદરકારી બદલ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરીક્ષિતા રાઠોડ દ્વારા કરાયા સસ્પેન્ડ કરાયા છે. હત્યા કાંડ જમીનના ડખ્ખાના કારણે થયો. પણ, તેમાં દારૂના ધંધાનું વર્ચસ્વ જાળવવા બદલ ધમા કોળી અને અખા ઉમટ વચ્ચે ચાલતું વૈરમનસ્ય પણ નિમિત્ત બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેનો રાપરના લાલુભા વાઘેલાએ લાભ ઉઠાવ્યો.

(10:40 pm IST)