Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ : ઉનાના નવાબંદર ગામના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ

વેરાવળ : સોમનાથ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવતા દોડધામ મચી ગઇ છે ઉનાના નવાબંદર ગામના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગઇકાલે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ શંકાસ્પદ દર્દીના ૬૦ સેમ્પલ મોકલવામાં આવેલ છે. જેના રીપોર્ટ આવી જતા ૫૯ સેમ્પલ નેગેટીવ અને ઉના તાલુકાના નવાબંદર ગામના પુરૂષનો ઉ.વ.-૪૮ નો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.

તેમજ આજરોજ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા છે તેમા સુત્રાપાડા-૦૬, કોડીનાર-૦૩, ગીરગઢડા-૦૬, વેરાવળ-૧૦, તાલાળા-૦૩ અને ઉના-૦૫, સિવીલ હોસ્પિટલ-૦૭ સહિત ૪૦ શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમ આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતાની યાદીમાં જણાવાયું છે    

(7:09 pm IST)