Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લીંબડીમાં જુથ અથડામણમાં ૧૦ને ઇજા

વઢવાણ, તા. ૧ર : સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીમાં આજે બપોરના સમયે બે જૂથો વચ્ચે અને બંને જૂથો એક જ જ્ઞાતિના વચ્ચે અથડામણ થઈ છે અને આ અથડામણ માં ૧૦થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ત્યારે આ તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ તેમજ પ્રાઈવેટ વાહનમાં લીંબડી હોસ્પિટલમાં ખસેડાયા છે. અથડામણની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસ કાફલો પીએસઆઈ સહિત દ્યટનાસ્થળે તેમજ હોસ્પિટલ દોડી આવ્યો છે અને મારામારીમા ગંભીર ઈજા પામે લોકોને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યાં છે. ત્યારે આ જૂથ અથડામણમાં એક જ પરિવારના બે જૂથો સામ સામે બાખડયા છે. જૂની અદાવતના લઈને આ જૂથ અથડામણ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. તે જૂથ અથડામણના ઇજાગ્રસ્તોને તાત્કાલિક અર્થે સારવાર માટે લીંબડી હોસ્પીટલ અને વધુ ઈજાઓ પહોંચનાર ને સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા છે ત્યારે પોલીસે મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:18 pm IST)