Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જામનગરમાં કોરોના વોરિયર્સના સમર્થનમાં એનસીસી કેડેટસ બંસી ઠુમ્‍મરનું ૬૦ કિ.મીનું રનીંગ

જામનગરઃ વિમલનાથ એપાર્ટમેન્‍ટ માં જામનગરની એન.સી.સી.કેડેટ્‍સ બંસી ઠુમ્‍મરે ૧૨ મેં,૨૦૨૦થી રાત્રે ૧૨ થી ૧૨ કલાક સુધી ૬૦ઙ્ગકિ.મી. રનિંગ કરી કોરોના વોરિયર્સને સમર્થન કરી સ્‍પોર્ટ માટે અનોખો પ્રયાસ કર્યો છે. દેશમાં આવી પડેલ કોરોનાની આફ્‌તવેળાએ લોકોની સેવામાં અવિરતપણે ખડેપગે ઉભા રહેલા કોરોના યોદ્ધાઓ જેવા કે તબીબો, પોલીસ જવાનો, સફાઈ કામદારો,NCC, અન્‍ય સેવાભાવીઓ અને પત્રકારો સહિતના કર્મઠ લોકોને ભારતમાં ૧૨ દોડવીરોએ એકીસાથે દોડ લગાવવાનું શરૂ કર્યું છે. નેશનલ ઇન્‍ડિયન બુક ઓફ રેકોર્ડસમાં નોંધાયેલા જામનગરની ૧૯ વર્ષીય બંસી ઠુમ્‍મર કે જેઓએ એક વર્ષથી NCCમાં જોડાયેલ છે. જામનગરની સેન્‍ટફ્રાન્‍સિસ સ્‍કૂલની પૂર્વવિદ્યાર્થીની બંસીએ ઇન્‍ટરનેશનલ મોન્‍ટેન્‍ટ બાઇકિંગ (સાયકલિંગ), નેશનલલેવલ રોડ સાયકલિંગ ઉપરાંત રમતવીર એવી બંસી વિશ્વની સૌથી નાની વયની માઉન્‍ટેન બાઈકર્સ પણ છે. કોરોના જેવી મહામારીથી વિશ્વ જયારે લડી રહ્યું છે.તેવા સમયે દેશસેવા માટે NCCમાં જોડાયેલી બંસીએ કોરોના યોદ્ધાઓને સપોર્ટ માટે અનેરો પ્રયાસ કર્યો છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી.જામનગર)(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

 

(1:55 pm IST)