Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જામનગરની ગ્રેઈન માર્કેટ ખુલ્લી ગઇઃ રિટેલ દુકાનો સવારે ૭ થી ૧૦ અને હોલસેલ વેપારીઓ સવારે ૧૧ થી ૨ દુકાનો ખુલી રહેશે : વાહનને પ્રવેશબંધી

ગ્રેઈન માર્કેટના પ્રતિનિધિઓ અને એસપી સાથેની મિટિંગમાં લેવાયા મહત્‍વના નિર્ણયો

જામનગરઃ ગ્રેઇન માર્કેટમાં આજે કેટલીક દુકાનો ખુલ્લી હતી. સવારે પોલીસ દ્વારા નવા પાસ આપી વ્‍યવસ્‍થા ન ખોરવાઇ દિવસભરમાં અલગ અલગ ત્રણ કેટેગરીમાં દુકાનો ખોલવા તંત્ર દ્વારા વ્‍યવસ્‍થા કરાઇ છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા. જામનગર)

જામનગર ; જામનગર ગ્રેઈન માર્કેટ બંધ રાખવાના આદેશના ઘેરા પ્રત્‍યાઘાત પડ્‍યા બાદ એસ,પી,ની અધ્‍યક્ષતામાં ગ્રેઇન માર્કેટના હોલસેલ વેપારીઓના પ્રતિનિધિ અને વ્‍યાપારી મંડળના પ્રતિનિધિઓ સાથે થયેલ મિટિંગમાં ગ્રેઈન માર્કેટ કેટલાક સમય મર્યાદા સાથે ખુલી રાખવા નિર્ણયો લેવામાં આવ્‍યા છે અને આજે સવારથી દુકાનો ખુલ્લી ગઇ છે.

આ વિસ્‍તારની રિટેઇલની દુકાનો સવારે ૭:૦૦ થી ૧૦:૦૦ ખુલી રહેશે અને માત્ર ત્‍યાંના સ્‍થાનિક લોકો પગપાળા જઈને ખરીદી કરી શકશે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના વાહનો અલોવ નહીં કરવામાં આવે.

હોલસેલના વેપારી ૧૧:૦૦ થી ૨:૦૦ વાગ્‍યા સુધી દુકાન ખુલી રાખશે. આ દરમિયાન માત્ર દુકાનદારો જેમની પાસે વહીવટી તંત્રના પાસ છે અને વ્‍યાપારી મંડળ દ્વારા આગામી સમયમાં પાસ આપવામાં આવનાર છે એમને જ પ્રવેશ અપાશે. આવા તમામ વ્‍યાપારીઓએ વાહન બહાર રાખવું અને ખરીદી થઈ ગયે સમાન બહાર લઈ જઈને નીકળવાનું રહેશે. આ સમય દરમિયાન કોઈ વાહન અલોવ કરવામાં આવશે નહીં તથા છૂટક વેચનાર પર પણ કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી ખરીદી કરવા આવનાર દુકાનદારો સોમવાર, બુધવાર અને શુક્રવારે આવી શકશે જયારે શહેરના દુકાનદારો માટે આ લાગુ નહીં પડે.

હોલસેલના વેપારીઓએ પોતાનો સામાન અનલોડ સાંજે ૦૫:૦૦ થી ૮:૦૦ ના સમયમાં કરવાનો રહેશે.

સિટીના દુકાનદારો એક વાર ખરીદવા જશે ત્‍યારે તેમના પાસમાં તારીખની એન્‍ટ્રી કરવામાં આવશે અને ૭ દિવસ પછી જ એને ફરીથી અલોવ કરવામાં આવશે.

(1:54 pm IST)