Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જૂનાગઢ જિલ્લામાં ૪ કોરોના પોઝીટીવ કેસઃબે દર્દી સ્‍વસ્‍થ થયા

કોરેન્‍ટાઇન લોકોની સંખ્‍યા ૧૧ હજારને પાર

જૂનાગઢ,તા.૧૨: જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્‍યા વધીને ચાર ઉપર પહોંચી છે. જેમાં બે દર્દી સ્‍વસ્‍થ થયા છે.

તંત્રની સઘન કામગીરી અને લોકોની જાગૃતિએ લઇ જૂનાગઢ જિલ્લામાં કોરોનાની એન્‍ટ્રી થઇ ન હતી પરંતુ ભેસાણથી એક સાથે બે કેસ ગત સપ્તાહમાં નોંધાયા બાદ રવિવારની રાત્રે મુંબઇથી જૂનાગઢ આવેલ મધુરમનાં યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ.

તેમજ ગઇ કાલે આંધ્રપ્રદેશથી માંગરોળ પર આવેલ યુવકને પણ કોરોના પરત આવેલ યુવકને પણ કોરોના પોઝીટીવ માલુમ પડયો હતો.આમ જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્‍યા વધીને ચાર થયેલ.

ભેંસાણ સીએચસી સેન્‍ટરના તબીબી અને પટ્ટવાળાને ગઇ કાલે જૂનાગઢ સિવીલ હોસ્‍પિટલમાંથી ડીસ્‍ચાર્જ કરી બંને સ્‍વસ્‍થ જાહેર કરવામાં આવેલ.

હવે માત્ર બે કોરોના રહ્યા છે અને તેમની સઘન સારવાર ચાલી રહી છે.

દરમ્‍યાનમાં કોરેન્‍ટાઇન લોકોની સંખ્‍યા વધીને ૧૧,૨૦૧ થઇ છે. જેમાં ૬૧૦૬ પૂરૂષ અને ૫૦૯૫સ્ત્રીનો સમાવેશ થાય છે. સૌથી વધે ૧૫૫૭ પુરૂષ જૂનાગઢ સીટીમાં અને સૌથી વધુ ૧૧૦૫સ્ત્રી કેશોદ ખાતે કોરેન્‍ટાઇન છે.

બીજી તરફ જૂનાગઢના મધુરમ વિસ્‍તારમાં ૧૧૮ બ્‍લોકનો એરિયા કન્‍ટેઇનમેન્‍ટ જાહેર કરાયેલ છે. વ્રજ વાટિકા પ્રિયંકા પાર્ક, બેમાં તમામ પ્રકારની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૩ મધુરમમાં કરાયેલા કન્‍ટેઇન મેન્‍ટ ઝોન આસપાસમાં વિસ્‍તારને લીફટ ઝોન જાહેર કરાયેલ છે. જેમાં સુદામા પાર્ક, પ્રિયંકા પાર્ક-૧ અને ૨ વેસ્‍ટર્ન પાર્ક, વ્રજ વાટિકા -૧ અને ૨ના પક્ષ લોકો બ્‍લોકના ૨૬૦૦ લોકોનો સમાવેશ કરરાયો છે.

અહિં મનપાના આરોગ્‍ય વિભાગ દ્વારા સ્‍ક્રીનીંગ સેમ્‍પલીંગ અને ટેસ્‍ટીંગ કામગીરી સઘન બનાવી છે.

જૂનાગઢ જિલ્લામાં ગઇ કાલે સાંજની સ્‍થિતિએ ૧૩૧ સેમ્‍પલ લેવાયા હતા. જેમાંથી ૧૧૯નો રિપોર્ટ નેગેટીવ આવતા ૧૨ સેમ્‍પલ રહ્યા હતા. આ ૧૨માંથી બે પોઝીટીવ આવતા હવે ૧૦ સેમ્‍પલનો રિપોર્ટ પેન્‍ડીંગ છે.

(12:58 pm IST)